સર ટી હોસ્પિટલમાં પોલીસ જાપ્તા માંથી બે આરોપી મરચાં ની ભુકી છાંટી ફરાર

2158

ભાવનગર સર ટી હોસ્પિટલના કેદી વોર્ડમાંથી સારવાર લવાયેલ ભાવનગર જીલ્લા જેલના બે કેદીઓ આજે પોલીસની આંખમાં મરચુ છાંટી નાસી છુટ્યા હતા. બનાવની જાણ કંટ્રોલ રૂમમાં કરાતા પોલીસ કાફલો સર ટી હોસ્પિટલ દોડી ગયો હતો. અને શહેર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. બનાવ અંગે શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.


બનાવ અગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જિલ્લા જેલમાં રહેલા ખેડુતવાસ સુર્યાવાળો ચોક પ્લોટ નં.૨૪૭માં રહેતા કિશન ઉર્ફે કેમો કાવાભાઈ ચૌહાણ ઉ.વ.૨૩ તથા હાદાનગરમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના બ્લોક નં. એ ૨૦૨માં રહેતા અને બળાત્કાર તથા પોકસોના આરોપી રાજેશ ઉર્ફે રાજુ બાલા સોલંકી ઉ.વ.૩૩ને સર ટી હોસ્પિટલના કેદી વોર્ડમાં સારવાર માટે રખાયા હતા જ્યાં આજે બપોરના સમયે તે બંન્ને સુરક્ષામાં રહેલ પોલીસકર્મી જેતુભાઈ આહીરની આંખમાં મરચુ છાંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગેની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને શોધખોળ આદરવા સાથે સમગ્ર શહેર જિલ્લામાં નાકાબંધી ફરમાવી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ પંદરેક દિવસ પહેલા જ પોલીસ જાપ્તામાંથી સર ટી હોસ્પિટલમાં સારવાર લેવા આવેલ મહારાષ્ટ્રનો હત્યાનો એક આરોપી ફરાર થઈ ગયેલ જેની જેની હજુ સુધી ભાળ મળી નથી ત્યાં વધુ બે આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે અને પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


જે તે સમયે નજરે જાનારા લોકોનું માનવુ છે કે અગાઉથી આરોપીઓએ પ્રી પ્લાનીંગ કર્યો હશે અને તેની સાથે કેટલાક લોકો સામેલ હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે ત્યારે પોલીસે તે દિશામાં પણ તપાશ હાથ ધરી છે.

Previous article41મો શ્યામ ખેલકુદ મહોત્સવ નંદકુવરબા મહિલા કોલેજ ના યજમાન પદે સિસદર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યુવરાજ ના હસ્તે પ્રારંભ
Next articleબોટાદ જિલ્લાના મહેસુલી કર્મીઓની જિલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાઈ