રાજુલા તાલુકાના બારપટોળી ગામે આવેલ ગામનું એક જ તળાવ હોય અને બુરાઈ ગયેલી હાલતમાં હોય અને તેને ગ્રામ પંચાયત દ્વારા ઉંડુ ઉતારવા કાંપ અને સાદી માટી કઢાવવાની શરૂઆત કરેલ હોય પણ સ્તાનીક તંત્ર દ્વારા કોઈ વિરોધીઓ દ્વારા ચૂંટણીના મનદુઃખ રાખી સાદીમાટે ઉપાડવાનું બંધ કરી દીધેલ હોય આ બાબત ગુજરાત સરકારના નિયમ મુજબ ગમે તે જિલ્લા તાલુકાના ગામોના તળાવોમાંથી કાપ સાદી સોપ્ટ સાદી માટે ઉપાડવાનો ખાણ ખનીજ વિબાગને પરીપત્ર પણ આપેલ હોય આ બાબતે બારપટોળી ગ્રામ પંચાયત કચેરી દ્વારા તા.૨૬-૧૨-૨૦૧૭ના રોજ ઠરાવ નં.૭ કરેલ છે અને ગ્રામજનો બહોળી સંખ્યામાં નાયબ કલેકટરને રૂબરૂ લેખીતમાં અરજી દ્વારા રજુઆત કરેલ છે પરંતુ આ બાબતે નાયબ કલેકટર ડાભી ખાણ ખનીજ વિબાગને તમામ કાર્યવાહી કરવા સોંપી દીધેલ છે તો ખાણ ખનીજ વિભાગ દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવા સોંપી દીધેલ છે તો ખાણ ખનીજ વિભાગ દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારબાદ જીલ્લા કલેકટરને રૂબરૂ લેખીતમાં રજુઆત કરેલ પરંતુ અરજી ઉપર આજદીન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તેમજ આ બાબતે તા.૧-૧-૨૦૧૮નાં રોજ ભુસ્તરશાસ્ત્રી ખાણ ખનીજ વિબાગ અમરેલીને સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે તેમજ ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના ઠરાવ તા.૨૦-૧-૨૦૧૭થી તળાવ ઉંડા કરવાની નીકળતી સાદી માટી સોફ્ટ મોરમ જે ખનીજોની રોયલ્ટી મુક્તિ આપવા રાજ્ય સરકાર દ્વરા પરીપત્રો કરેલ છે આ બધી જ કાર્યવાહી કાયદેસરની અને સરળ હોવા છતાં પણ આજદીન સુધી તળાવમાંથી માટી ઉપાડવા દેવામાં નથી આવતી કારણ શું ? બારપટોળી ગામનું તળાવ એક જ છે અને બીજી કોઈ પાણીનો સ્ત્રોત જ નથી અમારા ગામને આ પાણી ઉપર જ આધાર છે ત્યારે સબંધકર્તા અધિકારીઓ તેમજ ભુસ્તર શાસ્ત્રી, ખાણખનીજ વિભાગ અમરેલીને જણાવીને અમારા ગામની જનતા માટે તળાવમાંથી માટી ઉપાડવા માટે તાત્કાલીક મંજુરી આપવામાં આવે આ બાબતની રજુઆત સીંચાઈ પાણી પુરવઠા રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈને રૂબરૂ આવેદનપત્ર આપવા બારપટોળી ગામના ગામ આગેવાનો દેવાતભાઈ આતાભાઈ વાઘ, લખમણભાઈએ વિછી, હમીરભાઈ ટપભાઈ વાઘ સહિત આગેવાનો રહેલ બીજી નોંધનીય રજુઆત ધાતરવડી (૨) ડેમ બાબતે ગંભીરતાપૂર્વક કરી કે ધાતરવડી (૨) ડેમ માત્ર શોભાના ગાઠીયા જેવો સાબીત થયો છે. નહેર છે તેમાં મોટા મોટા જાડ ઉગી ગયા છે કારણ તમામ ગામો જેવા કે ખાખભાઈ, હીડોરણા, બાર પટોળી, વડ ભચાદર, લોઠપુરથી ઉચૈયા સુધી નહેર કાડી છે પણ માત્ર શોભાના ગાઠીયા સમાજ નથી કોઈ દિવસ તેમા પાણી છોડવામાં આવ્યુ કે નથી તમામ નહેર સીંચાઈ વિભાગ દ્વારા રીપેર થઈ તેનું કારણ પણ ગંભીર છે સ્થાનીક સિંચાઈ વિભાગની બેદરકારીથી ધાતરવડી (૨) ડેમની ખાખબાઈ સાઈડની દિવાલમાં મોટુ બાકોરૂ પડી ગયુ છે અને ડેમ ખાલી થઈ જાય છે.
જો તેને આરસીસીથી બાકોરૂ પુરવામાં નહી આવે તો ડેમ તુટવાની ૧૦૦ ટકા સંભાવના છે અને ૮ ગામો પાણીમાં ગરકાવ થઈ જશે આ બાબતે તાત્કાલીક આરસીસીથી દિવાલ ચણી પડી ગયેલ બાકોરૂ પુરવા આદેશ કરવા માંગ ાસથે બારપોળીનું તળાવ ઉંડુ ઉતારવા તેમજ ડેમનું બાકોરૂ તાત્કાલીક બુરવા આદેશ કરવા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, વિક્રમભાઈ માડમ સહીત અને સિંચાઈ પાણી પુરવઠા મંત્રી પરબતભાઈને રૂબરૂ કરેલ.