જાફરાબાદના બલાણા ગામે રામકથાનું થયેલું આયોજન

637
guj2432018-2.jpg

જાફરાબાદના બલાણા ગામે રામકથાનું આયોજન બલાણા ગામે રામકથાનું આયોજન રાધે ગોપી મંડળ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં આજે પોથીયાત્રા રામમંદિરેથી નિકળી અને ગામની મુખ્ય બજારમાં ફરી અને કથા મંડપ હનુમાન ચોક ખાતે પહોંચી હતી. કથાના વક્તા વિષ્નુભાઈ ત્રિવેદી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે. કથા દરમિયાન રાત્રે ભજન અને ધૂન યોજાશે. આ કથામાં ગામના સરપંચ છગનભાઈ ડાભી અને ઉપસરપંચ કરશનભાઈ હાજર રહીને કથામાં કાર્યક્રમ દરમ્યાન જહેમત ઉઠાવેલ. આ કથાનું આયોજન રાધે ગોપી મંડળ બલાણા બહેનો દ્વારા કર્યુ છે.

Previous article રીલાયન્સ ડીફેન્સ સામે ૧ર દિવસથી કોન્ટ્રાક્ટરનું ચાલતું આંદોલન યથાવત
Next article રાજુલા ભાજપ પરિવાર દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી અપાઈ