ગારીયાધાર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આગામી ટર્મ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ અગાઉ કોંગ્રેસની સત્તા હતી આજરોજ બે કોંગ્રેસી નેતા ભાજપમાં ભળી જતા કોંગ્રેસે સત્તા ગુમાવી અને ભાજપનો ભગવો લહેરાયો. અને કોંગ્રેસની પેનલ ટુટી ગઇ હતી. જેમાં ભાજપના નવા ચેરમેન ભાવેશભાઈ ગોરસીયા ની નિમણૂક થયેલ છે.
તસ્વીર : તન્વીર(ગારીયાધાર)