રાજુલા ભાજપ પરિવાર દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી અપાઈ

828
guj2432018-1.jpg

રાજુલા ભાજપ પરીવાર દ્વારા આજે ૨૩ માર્ચ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવા શહિદોએ શહિદી વ્હોરી તેને શ્રધ્ધાંજલી અર્પવા જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, પરેશભાઈ લાડુમોર, મહેશગીરી ગોસ્વામી, રાજુભાઈ લાડવા, અમીતભાઈ બાબરીયા, હીમતભાઈ જીંજાળા, હિરેનભાઈ સોની, યોગેશભાઈ શાહ સહિત બહોળી સંખ્યામાં ભાદજપ પરીવાર દ્વારા ભારતમાતાના સપુતો શહિદ ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરૂને આજે અંગ્રેજીએ ૨૪ માર્ચના બદલે એક દિવસ અગાઉ ફાંસીને માંચડે ચડાવી દીધા હસતે મોઢે ત્રણેય યુવાનોે ફાંસીના ગાળીયા પહેરી ભારત માતાકી જય અંગ્રેજો ભારત છોડોના નારા સાથે હસતે મુખે શહીદી વ્હોરી તેને યાદ કર્યા તેમજ આ દેશને આઝાદ કરવામાં ચંદ્રશેખર આજાદથી લઈ તમામ ભારતદેશને આઝાદી અપાવનાર વીરપુરૂષોને યાદ કરી શ્રધ્ધાંજલી આપેલ.

Previous article જાફરાબાદના બલાણા ગામે રામકથાનું થયેલું આયોજન
Next articleHSRP નંબર પ્લેટ ફીટ કરવાની મુદતમાં એક મહિનાનો વધારો થયો