બોયફ્રેન્ડ એન્ડુય નિબોનની સાથે તેના બ્રેક અપ થઇ ગયા બાદ ઇલિયાના હવે ફિલ્મોમાં જોરદાર રીતે એન્ટ્રી કરી ચુકી છે. તે હાલમાં પાગલપંથી ફિલ્મમાં નજરે પડી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે. હવે તે અજય દેવગનની ફિલ્મ બિગબુલમાં અભિષેક બચ્ચનની સાથે કામ કરનાર છે. હાલમાં બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ થયા બાદ તે નિરાશ દેખાઇ રહી હતી. જો કે કામમાં ધ્યાન આપી રહી છે. બોયફ્રેન્ડ નીબોન સાથે બ્રેક અપ થવા માટેના કારણ જાણી શકાયા નથી. જો કે તે સાવધાની સાથે આગળ વધી રહી છે. બ્રેક અપ થયા બાદ કામ પર પરત ફરી છે. બ્રેક અપ બાદ ઇલિયાના દ્વારા બોયફ્રેન્ડને અનફોલો કરી દીધો છે. તે સતત ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. પાગલપંથી ફિલ્મમાં તેની સાથે જહોન અબ્રાહમ નજરે પડ્યો છે. આ ફિલ્મ હાલમાં રજૂ થયા બાદ આને સારી સફળતા મળી રહી છે. બોલિવુડની ફિલ્મોમાં સફળતા મેળવી લેવામાં સતત નિષ્ફળ સાબિત થઇ રહી છે. સતત નિષ્ફળતાના કારણને તે હતાશ નથી.તેની પહેલા બાદશાહો ફિલ્મને બોક્સ ઓફિસ પર કોઇ નોધપાત્ર સફળતા મળી ન હતી. હવે હિન્દી અને દક્ષિણ ભારતની ફિલ્મો ઉપરાંત અન્ય ભાષાની ફિલ્મો કરવા માટે પ્રયાસ કરી રહી છે. ઇલિયાના ડી ક્રુઝ પર હવે બોલિવુડ અને દક્ષિણ ભારતની તેની ફિલ્મોમાં વધારે સેક્સી અને દેખાવડી દેખાવવા માટે દબાણ વધી રહ્યુ છે. ઇલિયાના દરેક ભાષાની ફિલ્મમાં કામ કરીને તેની કુશળતા સાબિત કરવા માટે તૈયાર દેખાઇ રહી છે. તેની પાસે હિન્દી ફિલ્મો વધારે આવી રહી નથી. પરંતુ તે દક્ષિણ ભારતની સારી ફિલ્મો મેળવી રહી છે. જેમાં ટોપ સ્ટાર કામ કરી રહ્યા છે. હાલના દિવસોમાં ઇલિયાના દબાણના તબક્કામાંથી પસાર થઇ રહી છે. સાહસી અને ખુબસુરત ઇલિયાના માને છે કે બોલિવુડમાં ટકી રહેવાની બાબત કોઇ મુશ્કેલ નથી. આગામી ફિલ્મને લઇને પણ તે ભારે આશાવાદી છે.