પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવવાનો નીતિન પટેલનો ઈન્કાર

641
guj2432018-8.jpg

પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવવાના મુદ્દે રાજ્યના ડેપ્યુટી સીએમ નિતીન પટેલે નિવેદન આપ્યું છે. રાજ્યના નાણામંત્રી નિતીન પટેલે પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. નાણાપ્રધાન નિતીન પટેલે જણાવ્યું કે, પેટ્રોલિયમ પેદાશોને જો જીએસટીમાં સમાવવામાં કરવામાં આવે તો તે નુકસાનીનો ધંધો કહેવાય.
જીએસટીમાં સમાવેશ કરવાથી તેનો ૫૦% હિસ્સો કેન્દ્રના ફાળે જતો રહેશે. જો એમ થાય તો પછી રાજ્યને કોઈ ફાયદો નહીં થાય. વળી કેન્દ્ર સરકાર એકસાઈઝ ડયૂટી ના ઘટાડે ત્યાં સુધી પટ્રોલ, ડિઝલનો ભાવ ઘટી શકે નહીં. જેના માટે કોઈ ચોઇસ ફોર્મ્યૂલા કેન્દ્ર સરકાર કે જીએસટીકાઉન્સિલમાં મૂકવામાં આવ્યા બાદ વિચારણા કરી શકાય.
જો કે, દેશના તમામ રાજ્યોએ પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવેશ ના કરવાનો નિર્ણય લીધો છે. મહત્વની વાત છે કે પેટ્રોલિયમ પેદાશો પર ઓછામાં ઓછો ટેકસ ગુજરાતમાં છે. આખરે પેટ્રોલ ડિઝલ પરના ટેકસ ઘટાડવાની વિપક્ષની માગ નીતિન પટેલે ફગાવી હતી.

Previous articleHSRP નંબર પ્લેટ ફીટ કરવાની મુદતમાં એક મહિનાનો વધારો થયો
Next article ડિસા ખાતે ભારતીય એરફોર્સનું ફાઈટર બેઈઝ બનશે