દામનગર ના ભીંગરાડ થી ભોરીગડા જતી કાળુભાર પાણી પુરવઠા ની લાઇન ઈંગોરાળા આસોદર રોડ પર તૂટી કે તોડવા માં આવી કોના હિત માં આટલું બધું પાણી ? ઈંગોરાળા જાગાણી થી આસોદર તરફ જતા જિલ્લા પંચાયત અમરેલી ના રોડ પર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના ભીંગરાડ ઓવરહેડ થી ભોરીગડા તરફ જતી પાણી ની મુખ્ય લાઇન તૂટી કે તોડવા માં આવી ? સેવવોટર જળ બચાવો હિમાયત કરતા ગુજરાત ગટર વ્યવસ્થા અને પાણી પુરવઠા બોર્ડ ની કોની પર કૃપા છે ઈંગોરાળા જાગાણી થી આસોદર જિલ્લા પંચાયત ના માર્ગ પર કાળુભાર પાણી પુરવઠા ની મુખ્ય લાઇન ક્યાર થી તૂટી કે તોડાય કેટલા સમય થી કેટલું પાણી ક્યાં જાય છે આ અંગે કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના લીલીયા કાર્યપાલક ઈજનેર જાણે છે કે અજાણ છે આવા અનેકો સવાલ ઉભા કરતી આ લાઇન માં થી પાણી નો ભારે વ્યય રોકવા તંત્ર ને અનેકો વખત રજુઆત પણ કરાય હોવા નું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે પાણી પુરવઠા બોર્ડ યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી ડેમેજ કન્ટ્રોલ કરી સેવવોટર ને સાર્થક કરે