શહેરનાં નવા બંદર રોડ પર આજે વહેલી સવારે સાયકલ લઈને વાડીએ જઈ રહેલા વૃધ્ધને ટ્રકે અડફેટે લેતા ઘટનાસ્થળેજ તેની કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જયારે બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ નવા બંદર શ્રમજીવી સોસાયટીમાં રહેતા લક્ષમણભાઈ કાનજીભાઈ કાબંડ (ઉ.વ.૭૦) નામના વૃધ્ધ આજે સવારે સાયકલ લઈને તેની વાડીએ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા ટ્રકે અડફેટે લેતા ટ્રકના વ્હીલમાં આવી જતા, ચકગદાય જતા ઘટનાસ્થળેજ તેઓનું કમકમાટીભર્યુ મોત નિપજયું હતુ. અકસ્માતનો બનાવ બનતા સ્થાનીક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. જયારે અકસ્માત કરી ટ્રક ચાલક નાસી છુટયો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્ક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વૃધ્ધની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.