ઘોઘા સી.એચ.સી હોસ્પિટલ માં આજ રોજ તાલુકા પંચાયત પાસે રહેતા હીરાબેન શાંતિભાઈ સોલંકી આજ રોજ પોતાના ઘરે કોઈ કારણસર પડી ગયા હતા અને તેમને માથા ના ભાગે ઇજા થયેલ ઇજા થયેલ વૃદ્ધા ને ઘોઘા સી.એચ.સી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા તો ત્યાં ફરજ પર કોઈ જ ડોક્ટર હાજર નહોતા જ્યાંરે ઇજાગ્રસ્ત વૃદ્ધા ને ત્યાં હાજર નર્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર માટે ભાવનગર લઇ જાવ એવું કહેવામાં આવ્યું હતું
ઘોઘા સી.એચ સી સેન્ટર ખાતે ત્રણ ડોક્ટર ની જગ્યા છે જેમાંથી એક ડોક્ટર PG કરવા માટે ગયા છે,બીજા ડોક્ટર એ રાજીનામુ આપ્યું છે અને એક ડોક્ટર ના આધારે જ સી.એચ.સી સેન્ટર ચાલુ છે અને આ ડોક્ટર ના પણ લગ્ન હોવાથી તે રજા પર છે
ઘોઘા તાલુકા તેમજ આજુબાજુ ના ગામ માંથી અનેક દર્દીઓ રોજ સી.એચ.સી સેન્ટર ખાતે આવે છે પણ તેમને હેરાન જ થવું પડે છે,જો કોઈ ઇમરજન્સી કેસ આવે તો દર્દી ને સારવાર કોણ આપે અને દર્દી ને સમયસર સારવાર ના મળે અને મોત થઈ જાય તો આ માટે જવાબદાર કોણ? એવા અનેક સવાલો લોક મુખે ચર્ચાઈ રહ્યા છે
આ બાબતે RDG અને DHO સાહેબ ને વારંવાર રજુઆત કરવા છતાં પણ ઘોઘા સી.એચ.સી સેન્ટર ખાતે કોઈ ડોક્ટર ની નિમણુંક કરવામાં આવતી નથી,અને લોકો ને આરોગ્યલક્ષી સુવિધા મેળવવા માટે સતત હેરાન થવું પડે છે.
તસ્વીર : નીતિન મેર (ઘોઘા)