ભાવનગર મહાનગર પાલિકાનું સને ર૦૧૮-૧૯નું વર્ષનું શિક્ષણ સહિતનું ઉદ્યડતી શિલક ૯૩૪ કરોડ પ૦ લાખની આવક સામે ૮૭પ કરોડ ૩૮ લાખના ખર્ચ કરતા વર્ષાન્તે પ૯.૧ર કરોડની પુરાંતલક્ષી અંદાજપત્ર બે દિવસની લંબાણભરી ચર્ચા વિચારણાના અંતે આ બજેટ સર્વાનુમતે પાસ થયાની મેયર નિમુબેન બાભણીયાએ જાહેરાત કરી બોર્ડ કામગીરી પુરી થયાનું જાહેર કર્યુ હતુ.
મેયર નિમુબેન બાંભણીયાના અધ્યક્ષપદે મળેલ બજેટ બેઠકની શરૂઆતમાં સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાએ મ્યુ.કોર્પોરેશન જીપીએમસી એકટ ૧૯૪૯ હેઠળનું ૩૭મી અંદાજપત્ર શહેરના લોકોની સુખાકારી અને વિકાસ અંગે સતત ચિતંન અને જતન કરતી મહાનગર પાલિકાની ફરજો પુર્ણ કરવા કોઈપણ જાતના વેરા નાખ્યા વગર કે કરવેરા વધાર્યા વગરનું પ્રજા વિકાસલક્ષી બજેટ સભાગૃહમાં રજુ કર્યુ હતુ.
આ બજેટ અંગે સતત બે દિવસ વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા કર્યા બાદ બજેટને બહાલી આપી દેવામાં આવેલ.
આ બજેટ અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા કેટલાંક મુદ્દાઓ અંગે કેટલીક સુધારા દરખાસ્તો રજુ કરવા મેયરને આવી દરખાસ્તો અપાતા મેયરએ આવી સુધારા દરખાસ્તો પાછી ખેચી લેવા વિપક્ષને અપીલ કરી હતી, છતા આવી સુધાર દખાસ્તોનો વિપક્ષે આગ્રહ રાખતા શાસકોએ આવી દરખાસ્તો ફગાવી દઈ બજેટને સર્વાનુમતે પાસ કરી દીધુ હતુ.
બજેટ બેઠકમાં ખાસ કરીને દ્યરવેરા વિભાગની કેટલીક કન્નડગત ભરી કામગીરી સામે કોંગ્રેસ અને ભાજપના નગરસેવકોએ ભારે ઉગ્રતા રોષ પુર્વકની તંત્ર સામે વ્યાપક ફરીયાદો કરતા દ્યરવેરા વિભાગની ફરીયાદો સાંભળીને ખુદ શાસકપક્ષના પદાધિકારીઓ પણ ચોકીં ઉઠયા હતા.
ઘરવેરા વિભાગ દ્વારા જપ્તી, સીલો મારવાની કડકાઈભરી કામગીરી મુદ્દે વસુલાત અધિકારીઓની પ્રજાને થતી કેટલીક ભારે હેરાનગતિ અંગેના એક પછી એક મુદ્દાઓ બોર્ડમાં રજુ થતા ખુદ કમિશ્નર પણ ચોકી ઉઠયા હતા.
કોંગ્રેસના જયદિપસિંહ ગોહિલે આ બજેટને ચીલાચાલુ આંકડાની માયાજાળ ગણાવી ગરીબ પ્રજાને ધમકાવીને સીલો મારી લોકોની પરેશાની વધારી રહયાનું દ્યરવેરા સામે આક્ષેપ કરી કામની સિસ્ટમ ફેરવવાની માંગણી કરેલ. તેમણે વિધવા મહિલાએ વેરો ભર્યો છતા દ્યરને સીલ માર્યાની વાત કરી મોટી ૭૦-૭૦ લાખ જેવી રકમ વસુલ લઈ શકતા નથી અને સાત હજારવાળાને દંડો છો, કરોડો બાકી વાળાને પકડતા નથી તેમ જણાવી તેમણે આવી અનેક ફરીયાદો તેમણે કરી વિકાસના કામો અંગે વ્યથા વ્યકત કરી હતી. તેમણે તંત્રમાં લાલીવાળી ચાલે છે, વેરો ભર્યા પછી સીલો માર્યા સામે બળાપો વ્યકત કરી, ઘરવેરાને આડેહાથે લઈ તંત્રની જાટકણી કરાઈ હતી.
મહાનગર પાલિકા સેવા સદનના વહિવટની સંપુર્ણ વિગત જાણતા જાગૃત નગરસેવક રહિમ કુરેશીએ તંત્ર સામે કેટલીક આંકડાકીય વિગતો આપી, બજેટ ક્ષતિ ઉકત હોવાનું જણાવી સુચક હોસ્પિટલની આકારણી આવો પ્રશ્ન ઉભો કરતા તંત્ર દ્વારા ડો.હિરપરાએ એવી વાત કરી હતી કે, સાહેબ એમાં જવાબ આપી શકાય તેમ નથી, આ ઉપરાંત રહિમ કુરેશીએ મોટા તંત્ર રેલ્વના જુદા-જુદા વિભાગોની આકારણી વસુલાતની પણ રજુઆત કરી હતી. પુર્વ ચેરમેન અભય ચૌહાણે ચર્ચામાં ભાગ લેતા દ્યરવેરા સ્કીમ અમે લાવ્યા હતા તેમણે પણ એટલી હદે દ્યરવેરાની કાર્યવાહી કથળેલી છે તે અંગે ભારે નારાજગી વ્યકત કરી હતી.
ભાજપના અગ્રણી અને ચેરમેન રાજુભાઈ પંડયાએ વેરાના પૈસા ભરવા આવે તંત્રમાં કોઈ જવાબ દેતુ નથી તેમ કહીને પોતાના મકાન અંગેનો કિસ્સો રજુ કરતા શાસકો ચોકી ઉંઠયા હતા. બિલ્ડીંગ પ્લાન મુકાયા તેના પર ટેકસ લાગુ પડવાની વાત પુર્વ ચેરમેન અભયસિંહ ચૌહાણે કરી હતી. ઘરવેરા સામેની વ્યાપક ફરીયાદો પછી મેયરએ કહયુ હતુ કે, તંત્રમાં સંર્પુણ સંકલનનો અભાવ છે એક બીજા વિભાગ વચ્ચે સંપુર્ણ સંકલન જળવાઈ રહેવું જોઈએ તેવી તંત્રને ટકોર કરી હતી.
કમિશ્નર કોઠારીએ એવી વાત કરી કે દ્યણાબધા આવા કિસ્સાઓ ધ્યાને આવતા આ સામે અમે પગલાઓ લઈ રહયા છીએ તેમણે પીરછલ્લાથી ફરી સર્વે આકારણીઓ કરાઈ રહયાનું જણાવ્યુ હતુ. જયદિપસિંહ ગોહિલે ર્સ્ટલીંગ હોસ્પિટલનો મુદ્દો ઉભો કરતા આની પાછળ દ્યરવેરા આકારણી વિગેરે અનેક મુદ્દાઓ ઉભા થતા ચર્ચામાં ભારે ગરમાટો આવ્યો હતો. કમિશ્નરે જુની તમામ ફાઈલોનું વેરીફીકેશન થશે તેમ જણાવ્યુ હતુ.
ભાજપના ડી.ડી.ગોહિલે પોતાને વેરાના ભરવા પડેલા પૈસાની વિગતો આપી તંત્રની દ્યોર નિષ્ફળતાઓની ટીકા કરી હતી. કિર્તીબેન દાણીધારીયાએ પણ પોતાના મકાન કાગળો પર ત્રણ રૂમો લખી તંત્રએ ભુલ કર્યાનું સ્વીકાર્યાની વાત જણાવી દ્યરવેરાની પરેશાની મુદ્દે રજુઆત કરી હતી.
ભાજપના અનિલભાઈ ત્રિવેદીએ દ્યરવેરા વિભાગ બોગસમાં બોગસ વિભાગ ગણાવી. એક દ્યરના ૧પ૦ બિલોની વાત કરી રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસના કાંતીભાઈ ગોહિલે પણ દ્યરવેરા સામે ફરીયાદ કરી હતી. ભરત બુધેલીયાએ વેરો માફ કરી દેવાની વાત કરી હતી. તેમણે વિકાસના કામો અંગે પણ રોષ વ્યકત કર્યો હતો.
ઈકબાલ આરબે કરચલીયા પરામાં ડ્રેનેજની લાઈન નથી, લોકો પરેશાન થાઈ છે, મટન માર્કેટ રીપેર કરવા શૌચાલયો બનાવવાની માંગ કરેલ. અરવિંદ પરમાર અને જીતુ સોલંકીએ પણ પછાત દલિત સમાજના કેટલાંક પ્રશ્નો રાવળા હકની જમીન વિગેરે રજુઆત કરી હતી. પારૂલબેન ત્રિવેદીએ આવાસો માટે ર૪ હજારનો હપ્તો જેટલા દિવસ પાણી ન આવે તેનો ટેકસ માફ કરવા, ડ્રેનેઝનું ગંદુ પાણી પીવાની લાઈન સાથે ભળી જવાની ફરીયાદ, આશાર્વકર બહેનોના પ્રશ્નો વિગેરે રજુઆત કરેલ. કુમાર શાહે ગંગા જળીયા ડેવલોપની વાત કરી, તેમણે મહિલા કોલેજ સ્કુલમાં શાક બકાલાવાળાને બકાલુ વેચવા દેવાની બાબત જણાવી હતી. રામુબેન વાજાએ ગંદુ પાણી આવતુ હોવાની તથા નારીમાં દસ દિવસથી પાણી નથી મળતુ હોવાની ફરીયાદ પરમારે કરી હતી.
આ બજેટ બોર્ડ છે તેમાં આંકડામાં ફેરફાર થાય, કોઈ દરખાસ્ત કે ઠરાવો ન થાય આટલી ચર્ચા પછી દરખાસ્તો તમારે ન મુકાઈ તેમ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાએ વિરોધપક્ષને ટકોર કરી કે, બે દિવસથી તો તમે ભાગવત વાંજો છો, તેમ કહીને વિપક્ષોની સુધારા દખાસ્તો ફગાવી દીધી હતી.