દેસાઈનગર પાસેની સોસાયટીમાં કારના કાચ તોડનારા ૩ ઝડપાયા

698
bvn2432018-3.jpg

શહેરના દેસાઈનગર પાસે આવેલ ઋષીરાજ સોસાયટીમાં ત્રણ દિવસ પૂર્વ રાત્રિ દરમ્યાન પાર્ક કરેલ ૧૧ કારના કાચ તોડનાર ત્રણ ઈસમોને બોરતળાવ પોલીસ સ્ટાફે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. ગઈ તા.૧૯-૩ના રોજ રાત્રિના દોઢ થી બે વાગ્યાના ગાળામાં દેસાઈનગર પેટ્રોલપંપ પાસે ન્યુ ઋષિરાજ સોસાયટી તથા જુની ઋષિરાજ સોસાયટીમાં કોઈ અજાણ્યા ઈસમોએ મોટરસાયકલ ઉપર આવી અગિયાર વાહનોના કાચ તોડી નાસી ગયેલ હોય જે અંગે બોરતળાવ પોલીસ સ્ટેશન એન.સી. આઈપીસી કલમ ૪ર૭, ૧૧૪ મુજબનો કેસ દાખલ થયેલ. ગુન્હાની ગંભીરતા જોઈ પો.ઈન્સ. કે.એમ. રાવલની સુચનાથી ડી-સ્ટાફના માણસોએ કારના કાચ તોડતી ટોળકીના કિશનભાઈ ભાવેશભાઈ મકવાણા, અશ્વીનભાઈ જેન્તીભાઈ જેઠવા, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો કાળુભાઈ ડાભીને ઝડપી લઈ ત્રણેય ઈસમોની આગવી ઢબે પૂછપરછ કરતા ગઈ તા.૧૯-૩ના રોજ હાદાનગરમાં માતાજીનો માંડવો હોય ત્રણેય ભેગા થયેલ અને ત્યાંથી દેસાઈનગર પેટ્રોલપંપ પાસે આવેલ અને ત્યાં ન્યુ ઋષિરાજ સોસાયટી તથા જુની ઋષિરાજ સોસાયટીમાં પડેલ કારોના કાચ તોડવાનું નક્કી કરી મો.સા. ઉપર કુલ ૧૧ કારોના કાચ તોડી કુલ રૂા.૧,૪ર,૦૦૦નું નુકશાન કરી નાસી ગયેલ હોય જેઓને પકડી પાડવા સફળતા મળેલ.

Previous article મહાપાલિકાનું પ૯.૧ર કરોડ પુરાંતવાળુ બજેટ મંજુર
Next article આયુર્વેદ અને હોમીયોપેથી ચિકિત્સા વિશે અભદ્ર ભાષા પ્રયોગનો વિરોધ