આઇ.જી.પી. અશોકકુમાર યાદવ સાહેબનાઓએ ભાવનગર જીલ્લામાં, ચોરી, ઘરફોડ ચોરીના બનાવો બનતા અટકાવવા તથા બનેલ બનાવો શોધી કાઢવા માટે સુચન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સા. અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર સા, નાઓના માર્ગદર્શન હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી ડી.જી.પટેલ. અને ડી.સ્ટાફના માણસો હેડ કોન્સ ડી.કે.ચૌહાણ, રાજેન્દ્રસિંહ ઝાલા તથા પો.કો કુલદીપસિંહ કનકસિંહ, હીરેનભાઇ હમલભાઇ, સત્યજીતસિંહ પ્રદ્યુમનસિંહ પોલીસ સ્ટાફના માણસો બોરતળાવ પો.સ્ટે ફ.ગુ.ર.નં ૨૧૮/૧૯ આઇ.પી.સી કલમ ૩૮૦,૪૫૭ ના કામે વિસ્તારમાં આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન પો.કોન્સ હિરેનભાઇ હમલભાઇ સોલકી તથા કુલદીપસિંહ કનકસિંહ સરવૈયા નાઓને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, ઉપરોકત ચોરીના શકદાર ત્રણ ઇસમો બાપાના મઢુલી પાસે નારી રોડ ખાતે શંકાસપદ હાલત મા બેઠેલ હોય જે સંદર્ભે સદરહુ બાતમી વાળી જગ્યાએ પો.સ્ટેના માણસો સાથે પહોચી ત્યા આગળ ત્રણેય ઇસમો હાજાર હોય તેમને વારા ફરતી તેમના નામ ઠામ પુછતા કોઇ સંતોષકારક જવાબ ન દેતા હોય જેથી તેઓની ઉપર શકા જતા તેમને ત્રણેય જેમા (૧)કિશનભાઇ ભુપતભાઇ પરમાર ઉવ ૧૯ રહે કુ.વાડા રામદેવનગર તેમજ (૨) સાગરભાઇ રામુભાઇ તલાવીયા ઉવ ૨૧ રહે ગામ ભડભીડ તા.જી ભાવનગર તેમજ (૩) વિજયભાઇ ઉર્ફે ફેણીયો પ્રેમજીભાઇ વાગડીયા ઉવ ૨૦ રહે કુ.વાડા રામદેવનગર ભાવનગરવાળો હોવાનુ જણાવેલ. અને તેઓની અંગ જડતી તપાસ કરતા તેમની પાસેથી (૧)સોનાનો ચેન ૦૧ કિ.રુ ૩૩,૦૦૦ તેમજ (૨)સોનાની વિટી કિ ૬૦૦૦/- તેમજ (૩) સોનાનુ કડુ કિરુ ૫૦૦૦/- જે મળી કુલ કિ રુ ૪૪,૦૦૦/- નો પોતે ગઇ તા ૦૧/૧૨/૧૯ ના રોજ કુભારવાડા નારી રોડ રામદેવનગર મા ચોરી મા ગયેલ જે યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા ભાગી પડેલ અને કબુલાત કરેલ છે જેથી આજરોજ તા ૦૨/૧૨/૧૯ના કલાક ૧૬/૦૦ વાગે બોરતળાવ પો.સ્ટેના ફ.ગુ.ર.નં ૨૧૮/૧૯ આઇ.પી.સી.કલમ ૩૮૦,૪૫૭ ના કામે ધોરણસર અટક કરેલ છે જેથી સદરહુ ગુન્હો ગણતરીના દિવસોમા ઓરીજનલ મુદ્દામાલ રિકવર કરી ડીટેકટ કરવામા આવેલ છે.