એમબીબીએસના વિદ્યાર્થી દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સા પધ્ધતિ વિશે સુરત ખાતે જાહેરમાં અભદ્ર ટીપ્પણી કરવાના વિરોધમાં ભાવનગર ખાતે આયુર્વેદ વિદ્યાર્થી સંગઠન દ્વારા આજે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું અને યોગ્ય પગલા ભરવા માંગ કરાઈ હતી.
એનએમજી બિલના વિરોધ કરતી વખતે સુરત ખાતે એમબીબીએસના વિદ્યાર્થી દિવ્યેશ જસાણી દ્વારા જાહેર મિડીયામાં ભારતની પ્રાચીન એવી આયુર્વેદ અને હોમિયોપેથી જેવી ચિકિત્સા પધ્ધતિ વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. સૌથી જુની અને મહાનતમ ચિકિત્સા પધ્ધતિ એવી આયુર્વેદ કે ભારત વર્ષમાં ચિકિત્સાનું ખૂબ જ મોટુ યોગદાન રહ્યું છે ત્યારે આ પધ્ધતિ સામે અભદ્ર વાણી વિલાસ કરાતા હજારો વૈધો અને વિદ્યાર્થીઓની લાગણીને ઠેસ પહોંચવા ઉપરાંત રોષ ફેલાયો છ.
ે ત્યારે આજે શેઠ જી.પ્ર. આયુર્વેદ મહાવિદ્યાલય ભાવનગરના વિદ્યાર્થી સંગઠન દ્વારા વિશાળ રેલી કાઢીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને યોગ્ય પગલા ભરવા ઉપરાંત દિવ્યેશ જસાણી જાહેરમાં માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી.