તા. ૩જી ડિસેમ્બર-૧૮૮૪ના રોજ બિહારમાં જન્મેલા સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર
પ્રસાદના ૧૩૬મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં મૂકાયેલ તેમના તૈલચિત્રને
વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ભાવસભર પુષ્પાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના આઝાદીકાળના સંસ્મરણો યાદ કરતાં
કહ્યું હતું કે, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગાંધીજીના અતિ વિશ્વાસુ અને સૌથી નજીકના સાથીદાર હતા. ગાંધીજીના
માર્ગદર્શન હેઠળ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિહારમાં વિદ્યાપીઠ સ્થાપવામાં અને ખાદી પ્રચારમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો મહત્વનો ફાળો છે.
આ પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, વિધાનસભા સચિવ શ્રી ડી.એમ.પટેલ,
ઉચ્ચઅધિકારીઓ/કર્મચારીઓએ ઉપસ્થિત રહી ડૉ. રાજેન્દ્ર પ્રસાદના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરીને તેમના
જીવનના મુક્તિ સંગ્રામ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા.