BMC ની ઓનલાઇન ફરીયાદ નીવારણ સેવા મા લોલં લોલ

685

સિદસર ખાતે આવેલ નિર્દોષાનંદનગર છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ગટર લાઈન તૂટી ગઈ હતી. જેને લઇ bmc ઓનલાઈન એપ્લિકેશનમા 1-12-2019 ના રોજ કમ્પ્લેન કરી હતી. bmc online એપ્લિકેશનમાં પરેશભાઈ ડાખરા દ્વારા કોર્પોરેશન માં ડ્રેનેજ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી. આ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી તૂટી ગઈ છે. જેને લઇને ગટરના પાણી ભરાઈ જતાં વારંવાર ફરિયાદ કરવા છતાં તંત્ર ધ્યાન આપતો નથી. જેને લઇને વિસ્તારમાં રોગચાળાનો ભય ફેલાઇ ગયો છે માખી મચ્છરનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે.

bmc ની ઓનલાઈન એપ્લિકેશન માં 1 12 2019 ના રોજ ફરિયાદ કરાઇ હતી પણ આ ફરિયાદના જવાબમાં કોઇપણ અધિકારી કે ડ્રેનેજ વિભાગ કોઈ અધિકારી કે સફાઈ કર્મચારી દેખાયા ન હતા આજે ચાર પાંચ દિવસ થઈ જવા છતાં કોઈ આ વિસ્તારમાં અધિકારીઓ ડોકાયા ન હતા છતાં પણ આજ રોજ જે ઓનલાઈન એપ્લિકેશન માં ફરિયાદ ફરિયાદ કરી હતી તેનો આજરોજ બપોરે 11:30 વાગે ઓનલાઈન એપ્લિકેશન માંથી ડ્રેનેજ વિભાગ માંથી મેસેજ આવ્યો તમારી ફરિયાદ નિવારણ થઈ ગયું છે. પણ હજી સુધી એની એ સ્થિતિ છે. જેને લઇને આજરોજ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 

આમ કોર્પોરેશનની ઓનલાઈન એપ્લિકેશન માં લોકોને કોઇપણ જાતની સુવિધા મળતી નથી. કોર્પોરેશનના બધા વિભાગો દ્વારા આ ઓનલાઇન એપ્લિકેશન ખોટા મેસેજ કરીને લોકોને ભરમાવી રહી છે.

Previous articleસ્ટાર કરીના કપુર ગુડ ન્યુઝ નામની ફિલ્મને લઇને સજ્જ
Next article6 ડિસેમ્બર જોવા જેવી થશે – જીગ્નેશ મેવાણી