દલિત નેતા અને ધારસભ્ય જીગ્નેશ મેવાણી આજે ભાવનગર જીલ્લાની મુલાકાતે આવ્યા હતા તેમને ભાવનગર સર્કીટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ ને સંબોધી અને સાંથણીની જમીન, ખેડૂતને સહાય, શિક્ષણ સહિતના મુદાને લઈને સરકાર પર પ્રહારો કર્યા હતા અને જાહેરત કરી હતી કે આગામી છ ડીસેમ્બરના રોજ ગુજરાતના જુદા જુદા છ જિલ્લાઓમાં દલિતોને ફાળવવામાં આવેલ જમીનો પર કબજો લેવા જશે કબજો નહિમળે તો જોવા જેવી થશે.
પત્રકાર પરીષદમાં જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વર્ષોથી દલિતોને જમીનો ફાળવવામાં આવી પરંતુ તે માત્ર કાગળ પર ફાળવવામાં આવી છે પરંતુ કબજો અસામાજિક તત્વો પાસે છે, જે જમીનો હવે અમે પોતે પરત મેળવીશું, આગામી છ ડીસેમ્બરના રોજ ડો.બાબા સાહેબના નિર્માણ દિવસે ગુજરાતના છ જુદા જુદા ગામોમાં દલિત આગેવાનો જઈ અને દલિતોની જમીનો નો કબજો મેળવશે અને તેમાં કોઇપણ વ્યક્તિ આડો આવશે તો જોવા જેવી થશે.
વધુ તેમને જણવ્યું હતું કે તે પોતે બનાસકાંઠા જીલ્લાના સુઈગામ ખાતે દલિતની જમીન નો કબજો લેવા માટે જશે અને તે માટે તે અગાઉ ત્યના સ્થાનિક તંત્ર અને એસપીને જાણ કરશે અને તમામ જવાબદારી તેની રહશે.
હાલ જે પ્રમાણે દેશમાં દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે ત્યારે તે અંગે તેમને જણાવ્યું હતું કે નળિયા કાંડ ને જે રીતે દબાવી દેવામાં આવ્યો છે તેનાથીઅને આવા લોકોને છૂટો દોર મળી રહ્યો છે અને આના કારણે આવી ઘટનાઓ વધી રહી છે, હવે જનતા ને કહીશ કે આવીઓ ઘટનામાં જીગ્નેશ મેવાણી નહી પણ વિજય રૂપાણી જાય અને સ્થાનિક પોલીસ તંત્ર ને કડક સુચના આપે અને પીડિત પરિવારની મુલાકાત લઇ અને તેમને આશ્વાસન આપે.