સિહોર ટાઉનહોલના રંભાહોલની દુર્દશા

674
bvn2432018-12.jpg

સિહોર મધ્યે આવેલ પાલિકા હસ્તક ના ટાઉનહોલ મા રંભા કોમ્યુનિટી હોલ ની તસવીરો સામે આવી છે ખરેખર દુર્દશા જોઈ સૌ કોઈ ને આંખ મા જળજળળીયા ચોક્કસ આવે પણ આ જળજળળીયા સૌથી વધુ ટાઉનહોલ ના કર્મચારીઓ ને પહેલા આવે છે કારણ કે આ રંભાહોલ ટોકન ભાડા થી લોકોને ભાડે આપવામાં આવેછે ત્યારે આજરોજ કોઈએ ભાડે રાખવા માટે રંભાહોલ જોવા આવ્યા ત્યારે કર્મચારીઓ દ્વારા તેનું શટર ઉંચુ કરવા માટે અંદાજિત અડધો ડઝન લોકો ભેગા મળયા ત્યારે આ શટર ખુલ્યું હતું આ રંભાહોલ ભાડે રાખનાર જો પોતે ખોલ બંધ કરે તો પહેલા અડધો ડઝન દાડિયા જ કરવા પડે.
ઉપરાંત વર્ષોથી આ જગ્યાએ ઇલેકટ્રીક વાયરિંગ ની પ્રોબ્લેમ છે જેમાં કોઈ પણ જાતના પેનલની વ્યવસ્થા નથી જેથી કરીને ઘણા બધા કાર્યક્રમો એવાં જોયેલા છે કે જેમાં શરૂ કાર્યક્રમે લાઈટ કે સાઉન્ડ બંધ થઈ જાય છે, ત્યારે ઝડપથી નવનિયુક્ત પાલિકાની પ્રમુખ તેમજ તેમની ટીમને આ બાબતનો કાયમી ઉકેલ  આવે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યાં છે. 
ઉપરાંત હાલમાં ડોનેશન આપેલ દાતાઓના નામ પણ ત્યાંથી દૂર કરી નાખવામાં આવેલ છે જે નોંધ લેવા પાત્ર છે. શાન સમાં ટાઉનહોલમા દાતાઓના દાનથી એક ફાઉન્ટન્ટ પણ આવેલ છે તે જ્યારે શરૂ હાલતમા હતો ત્યારે ખુબજ સુંદર અને કલર લાઈટિંગથી ટાઉનહોલની શોભા વધારવા આ ફાઉન્ટન્ટના ભગીરથ પ્રયાસ હતા પણ સત્તાધીશોની અણઆવડતથી આ ફાઉન્ટન્ટ કન્ડમ અને મૃત અવસ્થામા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે ત્યારે આ અંગે વિચારવું જરૂરી અથવા કોઈ આ ફાઉન્ટન્ટને દત્તક લેવા તૈયાર હોય તેની સાથે વાટાઘાટો કરવી જરૂરી.

Previous article આલ્કોક એશડાઉન કંપનીમાંથી કેબલની ચોરી કરનાર ૩ ઝડપાયા
Next article ભાવનગર જિ.પં. અને ગાંધીનગર દ્વારા આંકડાકિય કામગીરીની શિબિર યોજાઈ