ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા મીટીંગ યોજાઈ

446
ઉમરાળા આંબેડકર ભવન ખાતે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,સામાજિક ન્યાય સમિતિ ચેરમેન બી.જે.સોસા, માવજીભાઈ સરવૈયા સહિત દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા દલિત આગેવાનો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે દલિત સમાજ ઉપર થતા અત્યાચાર બંધ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે દલિતોને મળેલ સાથણીની જમીનો ઉપર ભુમાફિયાઓ દ્વારા જે કબ્જા કરવામાં આવ્યા છે તે જમીન અમે જાતે ખાલી કરાવી પાછી દલિતોને આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી તે સાથે આગામી 6 ડિસેમ્બરે વલભીપુર તાલુકાના જાળીયા ગામે દલિતની જમીન ઉપર જે બીજાનો કબજો છે તે એમ પાછો લેશું અને સરકાર અને વહીવટી તંત્રને સાબદા રહેવા જણાવ્યું જો  6 ડિસેમ્બરે કંઈપણ અજુગતુ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે આગામી દિવસોમાં દલિત સમાજ દ્વારા ભાવનગર જિલ્લાના દરેક ગામોમાં દલિતોની જમીન ઉપર કબ્જા થયા છે તે અમે જાતે ખાલી કરાવશું દલિત સમાજના દરેક લોકોને 6 ડિસેમ્બરે વલભીપુરના જાળીયા ગામે ઉમટી પડવા હાકલ કરીને સંકલ્પ લેવડાવ્યા હતા આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે હિતેશભાઈ ડાભી અને ઉમરાળા તાલુકા દલિત સમાજની ટિમ દ્વારા ઉઠાવી સફળ બનાવ્યો હતો
રિપોર્ટર નિલેષ ઢીલા ઉમરાળા
Previous articleનગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત
Next articleલાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ ના હસ્તે કેન્સર ગ્રસ્ત દર્દી ઓ ને જિલ્લા પંચાયત ના સ્વ ભંડોળ માંથી આર્થિક સહાય ના ચેક અર્પણ