જિલ્લા સમાજ સુરક્ષા કચેરી-સાબરકાંઠા, હિંમતનગર અને બહેરા મૂંગા બાળકોની શાળા,મોતીપુરા, હિંમતનગર દ્રારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી,સાબરકાંઠા અને જી.એમ.ઇ.આર.એસ, સિવિલ હોસ્પીટલ, હિંમતનગર ઘ્વારા દિવ્યાંગતા અંગેના ડૉક્ટરી પ્રમાણ૫ત્ર આ૫વા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમજ જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે કાર્યરત વિવિઘ સંસ્થાઓ સાથે સંકલન કરી શાળા કક્ષાએ વિવિઘ રમત-ગમતની હરીફાઇની ઉજવણી પૂર્વ આયોજન કરવામાં આવેલ જેમાં વિજેતા બાળકોને પ્રોત્સાહિત ઇનામો આ૫વામાં આવ્યા.
તે ઉ૫રાંત યુ.ડી.આઇ.ડી કાર્ડ, સાઘન સહાયનું વિતરણ કરવામાં આવેલ. જિલ્લામાં કાર્યરત ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ ઘ્વારા ખુબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે વિવિઘ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાંજિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારીશ્રી મીતાબેન ગઢવી, મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબા, હિંમતનગર મામલતદાર શ્રીતરાર, પોલીસ અધિકારીશ્રી હિંમતનગર, આર.ટી.ઓ. નિરીક્ષકશ્રી, શ્રીભાનુભાઇ ભટ્ટ, બહેરા–મુંગા શાળાના મંત્રીશ્રી એમ.એચ.૫ટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રી, આરોગ્ય વિભાગના કર્મચારી તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.