વાણી શમશેરા ફિલ્મમાં હવે ડાન્સર તરીકેના રોલમાં હશે

646

અભિનેત્રી વાણી કપુરને વોર ફિલ્મની રેકોર્ડ સફળતા મળ્યા બાદ કેટલીક નવી ફિલ્મની ઓફર મળી રહી છે. હાલમાં તે સૌથી પહેલા તો રણબીર કપુર સાથે શમશેરામાં નજરે પડનાર છે. ફિલ્મમાં તે ડાન્સર તરીકેની ભૂમિકામાં નજરે પડનાર છે. વોરમાં તે રિતિક રોશન સાથે નજરે પડી હતી. વોરની સફળતા બાદ વાણી કપુરને સારી ફિલ્મોની ઓફર કરવામાં આવી રહી છે. તે હવે યુવા પેઢીની લોકપ્રિય સ્ટાર રણબીર કપુર સાથે શમશેરામાં કામ કરી રહી છે. આ ફિલ્મ ૩૧મી જુલાઇ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં સંજય દત્તની પણ ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. શમશેર ફિલ્મને લઇને વાણી આશાવાદી બનેલી છે. વાણી માત્ર કોઇ એક ભાષા સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. તે તમિળ અને તેલુગ ફિલ્મો પણ વધારે પ્રમાણમાં કરવા માટે ઇચ્છુક છે. તે ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન દોરવાના તેના પ્રયાસો સફળ થઇ શકે છે. તે વધારે બોલ્ડ અને સેક્સી ફોટો પણ રજૂ કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે. યશરાજ બેનરની ફિલ્મમાં કામ કરવાની તક મળ્યા બાદ વાણી કપુર પોતાની એક્ટિંગ કુશળતાને વધારે સાબિત કરવા માટે તૈયાર છે. વાણી કપુર હાલમાં તો નવી પટકથા ફિલ્મોની વાંચી રહી છે. જે પૈકી કેટલીક તેને પસંદ પડી છે.

Previous articleઆઇટમ સોંગમાં સની લિયોન પહેલી પસંદગી : ક્રેઝ અકબંધ
Next articleમહિલાઓ સંકટ સમયે મદદ મેળવી શકે તે માટે વેરાવળમાં બહેનો-વિધાર્થીઓને અપાયું માર્ગદર્શન