ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી મહિલા હેલ્પલાઈન ૧૮૧ની રેસ્કયુ વાન કાર્યરત છે. જેમાં ઘરેલુ હિંસા, છેડતી અને મહિલાને લગતા અનેક કેસોનો નિકાલ કરવામાં આવે છે. વેરાવળમાં ચાલતા ટેલેન્ટ ઈન્સ્ટીટ્યુટમાં મહિલા હેલ્પલાઈન ૧૮૧ મોબાઈલ એપ્સ વિશે બહેનોને માહિતી આપવામાં આવી હતી. કાઉન્સેલર મનિષાબેન ધોળિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓ અને બહેનોએ પોતાના મોબાઈલ ફોનમાં ૧૮૧ એપ્સ ડાઉનલોડ કરવી આવશ્યક છે. મહિલાને લગતી કોઈપણ ઘટના બને ત્યારે માત્ર એક ક્લીક કરવાથી અથવા ક્લીક કરવા જેવી પરિસ્થિતિ પણ ન હોય ત્યારે માત્ર મોબાઈલ ફોન હલાવવાથી મોબાઈલનું લોકેશન કન્ટોલરૂમને મળે છે. જેથી મહિલાની મદદ ૧૮૧ની ટીમ આવી પહોચે છે