વેરાવળ ખાતે આઈ.સી.ડી.એસ.દ્રારા માતૃવંદના સાપ્તાહિક ઉજવણી અંતર્ગત કાર્યક્રમો યોજાયા

567

વેરાવળ આઈ.સી.ડી.એસ.ઘટક-૧માં માતૃવંદના સાપ્તાહિક ઉજવણી સાગર સ્કુલ ખારવાવાડા વેરાવળ ખાતે કરવામાં આવી હતી. આ તકે લાભાર્થીઓને માતૃવંદના યોજના અંતર્ગત મળતા લાભો અને ફોર્મ નં.એ, બી અને સી અંગે આપવાના થતા ડોક્યુમેન્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મીનાક્ષીબેન દ્રારા એઈડસ અંગે જાણકારી આપવામાં આવી હતી. મહિલા પોલીસ કર્મીચારી દ્રારા મહિલાઓ ઉપર થતા અત્યાચાર બાબતે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

    ભીડીયા ગૃપ-૨માં આશા વર્કર બહેનો દ્રારા તેમના વિસ્તારમાં ડોર ટુ ડોર મુલાકાત લઈ પીએમજેવાય યોજનાના એ ફોર્મ ભરી પાંચ નવા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. અને સુપોષણ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફાતમાબેન કાલવાણીયા, મંજુલાબેન સોસા અને મોટીસંખ્યામાં બહેનો સહભાગી થઈ હતી. સી.ડી.પી.ઓ. એમ.એ.મહેતાના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર બહેનોને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી

Previous articleવેરાવળ ખાતે મહિલા હેલ્પલાઈન ૧૮૧ મોબાઈલ એપ્સ વિશે માહિતી અપાઈ
Next articleભાવનગર ના આંગણે વિશ્વની અગ્રણી ડાયગ્નોસ્ટિક લેબનો રવિવારેના રોજ પ્રારંભ