ભાવનગર ખાતે વિશ્વની અગ્રગણ્ય ડાયગ્નોસ્ટિક ચેનલ એસ આર એલ ડાયગ્નોસ્ટિક નો પ્રારંભ રવિવારના રોજ થઇ રહ્યો છે. શહેરના ઇસ્કોન ક્લબ ખાતે ગૌરવભાઈ શેઠ દ્વારા પત્રકાર પરિષદ યોજી અદ્યતન લેબ અંગેની માહિતી આપી હતી.
ભાવનગરની આ પ્રથમ એસ. આર. એલ લેબ છે. અને ગુજરાતની આ 11 ની બ્રાન્ચ છે જેનું સંચાલન એન જી આર હેલ્થ કેર ભાવનગર દ્વારા કરવામાં આવશે. ભારતમાં જે રીતે કવોલિટી ડાયગ્નોસ્ટિક ની માંગ ઊભી થઈ રહી છે. ભારત ભરમાં એસ.આર.એલ પાસે ખૂબ જ સારા ક્વોલિફાઈડ ડોક્ટરની ટીમ છે. જે તેમના ગ્રાહકોને ઉત્તમ પ્રકારનું ડાયગ્નોસીસ આપવા માટે કટિબદ્ધ છે. ભાવનગરમાં આ કંપની દ્વારા બાયોકેમિસ્ટ્રી, હિમેટોલોજી, ઇમ્યુનોલોજી, ક્લિનિકલ પેથોલોજી, કોએગ્યુલેશન, સીરોલોજી, માઇક્રોબાયોલોજી તથા હિસ્ટોપેથોલૉજી વગેરે પ્રકારની સર્વિસ ડોક્ટર ખેતી બેંક દ્વારા પૂરી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ખૂબ જ સારા નેટવર્ક દ્વારા એસ આર એલ ડાયગ્નોસ્ટિકસ ૬૦૦ કરતાં પણ વધુ શહેરોમાં કરોડો દર્દીઓ સાથે સંકળાયેલું છે
મુખ્ય ચાર બાબતો ચોક્કસતા, નવી પદ્ધતિઓ, નવા વિચારો, પારદર્શકતા અને દર્દીઓ પ્રત્યેની સહાનુભૂતિ ને કારણે એસ આર એલ ઉત્તમ પ્રકાર ના ટેસ્ટ અને તેના પરિણામો દર્દીને પરવડી શકે તેવી કિંમત આપી રહી છે.
એસઆર એલ ડાયગ્નોસ્ટિકસ તેમની સાથે જોડાયેલા ઘણા બધા ડોક્ટર્સ અને ટેકનીશીયનો ના સહકાર થી ચાર ઉત્તમ પ્રકારના સંશોધન કેન્દ્રો અને 4000 હજારથી વધુ પ્રકારના ટેસ્ટ અત્યારે કરી રહ્યું છે.
તાજેતરમાં જ ઇકોનોમિક ટાઇમ્સ બેસ્ટ એવોર્ડ – 2019 SRL diagnostics ને best brand in diagnostic સર્વિસ ઇન પેથોલોજી & રેડિયોલોજી માટેનો પ્રાપ્ત થયેલ છે.
ભાવનગરમાં એસઆરએલ લેબ દ્વારા લોકોને રાતદિવસ (24×7) સેવા આપવા હંમેશા કટીબદ્ધ રહેશે.