ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ મા લોકશાહી ઢબે તા.1/12/19 રવિવારે ના રોજ ચૂંટણી યોજવામાં આવલ હતી જેમાં બે ઉમેદવારો એ ચૂંટણી લડવા ફોર્મ ભરીને ચૂંટણી પ્રકિયા હાથ ધરેલ હતી અને આ ચૂંટણી મા ઘાંચી સમાજ ના લોકો એ સ્વતંત્ર રીતે મતદાન કરેલ હતું ત્યાર બાદ સાંજ ના સમયે ઘાંચી સમાજ ના હોલ ખાતે મતદાન ની ગરતણી કરવામાં આવેલ હતી
જેમાં આશરે ચૂંટણી દરમિયાન કુલ 1901 જેટલું મતદાન થયેલ હતું જેમાંથી નૂરમહમદભાઈ ને 1171 મત મળેલ હતા અને સામે ઉમેદવાર બાબાભાઈ બેકરીવાળા ને 698 મત મળેલ હતા અને 32 જેટલા મત રદ થયા હતા જેથી નૂરમહમદ ભાઈ કાલવાત ફરી વખતે સતત બીજી વખતે લગભગ 400 થી વધુ મતે વિજય થયા હતા આ પ્રસંગે તેમને વિજય થયેલ પ્રમુખ ને શુભેચ્છા પાઠવવા વેરાવળ ફિશ મર્ચન્ટ એસો.ના પ્રમુખ રફીકભાઈ મૌલાના,વેરાવળ મુસ્લિમ સમાજ સામાજીક કાર્યકર અને યુવા નેતા અફઝલ સર,જુબેરભાઈ કકાસીયા,હાજીભાઈ પંજા,આસિફભાઈ જગીરા,મુદસસરભાઈ તથા એફ.એમ.ગ્રુપ ના યુવા સાથીઓની હાજરી હતી.અને આવનાર દિવસો સમાજ માટે અને શહેર માટે ઉજવલ કામગીરી કરે તેવી શુભકામનાઓ સાથે ચૂંટાયેલા પ્રમુખ ને અભિનંદન પાઠવેલ હતા