રાજ્યના ખેડૂતો સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અપનાવી ગુજરાતને સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું રોલ
મોડલ સ્ટેટ બનાવશે
ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ
ગુજરાત કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સમગ્ર દેશનું રોલ મોડેલ બન્યું છે
છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતો પાસેથી રૂા.૮ હજાર કરોડની ખેતપેદાશોની ખરીદી કરી છે
પાક નુકશાનીના વળતર માટે રાજય સરકારે રૂા.૩૮૦૦ કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યુંછે ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પ્રાકૃતિક કૃષિના
પ્રણેતા પદ્મશ્રી સુભાષ પાલેકરજી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ સાપ્તાહિક
તાલીમ શિબિરના ઉદૃઘાટન સમારોહ જણાવ્યું હતું કે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં કિસાનોની
ઉપસ્થિતિ અને કિસાનોની ઉત્સુકતાના દર્શનથી જ કહી શકીએ કે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવો જ અધ્યાય શરૂ
થઇ રહ્યો છે.રાજ્યપાલશ્રીએ પોતાના કિસાન તરીકેના સ્વાનુભાવને દોહરાવતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીને
કારણે જળ-જમીન-વાતાવરણથી માંડીને ખાદ્યાન્ન દુષિત થઇ ગયા છે. અસાધ્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.
ખાન-પાનના દોષનું આ પરીણામ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ધરતી ઉપર માનવ અસ્તિત્વની સાથે
કૃષિની શરૂઆત થઇ ત્યારથી કોઇ રાસાયણિક ખેતી કરતું ન હતું. રસાયણો વિના કૃષિ થાય નહીં એવો ભ્રમ હવે
ભાંગવો પડશે.
રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે રાજય સરકારના સઘન પ્રયાસોના ભાગરૂપે ખેડા
જિલ્લાના વડતાલ ખાતે આજે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત એગ્રીકલ્ચર ટેકનોલોજી
મેનેજમેન્ટ એજન્સી આત્મા દ્વારા આયોજિત શ્રી સુભાષ પાલેકરજી પ્રાકૃતિક કૃષિ વિષયક પ્રશિક્ષક તાલીમ
કાર્યશાળાનું રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં પ્રારંભ
કરાવ્યો હતો. આ સાત દિવસીય કાર્યશાળામાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે વિવિધ માહિતી અને
માર્ગદર્શન ખેડૂતોને પુરૂ પાડશે. કિસાનો ભાષણથી નહીં પરંતુ પોતાની આંખથી જોઇને અનુભવથી શીખે છે, એવું સ્પષ્ટ જણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ હતું કે, હિમાચલ પ્રદેશમાં ૫૦ હજાર કિસાનો સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિથી ખેતી કરે છે, આંધ્રપ્રદેશમાં પાંચ લાખ ખેડૂતોએ આ પદ્ધતિ આપનાવી છે. જો ખેડૂતોને આ પદ્ધતિથી લાભ ન મળતો હોય તો
તેઓ આ પદ્ધતિ શા માટે અપનાવે… વિવિધ રાજ્યોના ખેડૂતોએ આ પદ્ધતિ આપનાવી સાબીત કરી બતાવ્યું છે
કે, રાસાયણિક ખેતીના દુષ્પરિણામનો સામનો કરવાનો શ્રેષ્ઠ રસ્તો સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિનો જ છે.ગુજરાતના કિસાનોની ઉન્નતિ માટે પ્રાકૃતિક કૃષિ ધ્વારા રાજ્ય સરકારે કિસાનોના વિકાસની નવી દિશા
કંડારી છે. તેમણે ઉમેર્યુ હતું કે, રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિ દ્વારા ગુજરાતના કિસાનો માટે વિકાસયજ્ઞ શરૂ કર્યો છે
ત્યારે ખેડૂતોએ હવે પ્રાકૃતિક કૃષિ માટે પુરૂષાર્થ કરી દેશના અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડવાની છે.
ગુજરાતની પવિત્ર ધરતી પર સેવા કરવાનો લાભ મળ્યો એ સદભાગ્ય હોવાનું જણાવતા રાજ્યપાલશ્રીએ
ઉમેર્યુ હતું કે જે ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મહર્ષિ દયાનંદ સરસ્વતીથી માંડીને પ્રધાનમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદી જેવા સપૂતોને જન્મ આપ્યો છે તે ધરતીના ધરતીપુત્રો હવે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું
દિશાદર્શન કરવા સજ્જ થઇ રહ્યા છે. એક દેશી ગાથી ૩૦ એકર જમીનમાં સુભાષ પાલેકર વિધિથી પ્રાકૃતિક કૃષિ
થઇ શકે છે, તેમ જણાવી આ પદ્ધતિના એક લાભ ગણાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી
ઉત્પાદન ઘટતું નથી. કૃષિ માટેનો ખર્ચ અત્યંત ઘટે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વપરાશથી બંજર
બનતી જમીન અટકશે અને જમીનની ફળદ્રુપતા વધશે. ગ્લોબલ વોર્મિગની સમસ્યા સામે પણ પ્રાકૃતિક ખેતી
શ્રેષ્ઠ ઇલાજ છે. આ પદ્ધતિથી પાણીનો વપરાશ ૫૦ થી ૬૦ ટકા ઘટે છે. ગુજરાતની ગીર અને કાંકરેજ જેવી દેશી
ગાયનું જતન સંવર્ધન થશે.
ઝેરમુક્ત ખાદ્યાન્નથી સામાજિક સ્વા સ્થ્યાનું જતન થશે એટલું જ નહીં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ
વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પટ કર્યો છે તેની સિધ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ જ એક
માત્ર ઉપાય છે જેનાથી કિસાનોનો કૃષિ ખર્ચ ઘટવાની સાથે તેમની આવક બમણી થાય છે. ખેડૂતો ઋણ મુક્ત
બનશે. ગામના પૈસા ગામમાં રહેશે. શહેરના પૈસા શહેરમાં રહેશે. ખેડૂત-ખેતી અને ગામડા સમૃદ્ધન થશે.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ શિબિરમાં ખેડૂતોને પ્રેરણા આપતાં જણાવ્યું કે ગુજરાતે
સસ્ટેનેબલ વિકાસ માટે પ્રકૃતિની સાથે રહીને વિકાસ કરવાની દિશા આપનાવી છે. કલામેન્ટ ચેઇન્જ અને
ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારોને પહોંચી વળવા માટે રાજ્યના ખેડૂતો સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અપનાવી
ગુજરાતને સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડલ સ્ટેટ બનાવશે.
મુખ્યમંત્રીશ્રીએ કિસાનોને સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ આપનાવવાનો અનુરોધ કરતાં જણાવ્યું કે આ
પદ્ધતિથી ખેતી ખર્ચ ઘટશે, કૃષિ ઉત્પાદન વધશે અને ખેડૂતોની આવક બમણી થશે. પ્રાકૃતિક કૃષિ દ્વારા
ગુણવત્તાયુક્ત અને સ્વાસ્થવર્ધક અન્ન ઉત્પન્ન થશે જેથી લોકોનું સ્વાસ્થ પણ જળવાશે. ખેતી અને
ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગામડું સુખી તો રાજ્ય અને રાષ્ટ્ર
સમૃદ્ધ થશે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી ખેતી પદ્ધતિમાં આમુલ પરિવર્તન સાથે ગુજરાત આગળ
વધી રહ્યું છે. તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃત્તિને અનુરૂપ એવી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અંગેનું
અધ્યતન જ્ઞાન ખેડૂતોને આ કાર્યશાળાના માધ્યમથી સાત દિવસ સુધી મળનાર છે. જે આગામી સમયમાં
ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી ખેડૂતોની આવક બમણી કરનારૂ સાબિત થશે.
છેલ્લા બે દાયકાથી ગુજરાત કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સમગ્ર દેશનું રોલ મોડલ બન્યુ છે, તેનો ગૌરવ
સહ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે બે દાયકા પહેલાં રાજ્યનું કૃષિ ઉત્પાદન ૧૭ લાખ મેટ્રીક ટન હતુંજે આજે વધીને ૧૨૫ લાખ મેટ્રીક ટને પહોંચ્યુ છે. મગફળી-સોયાબીન-તેલીબિયા ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર
દેશમાં અગ્રેસર છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
રાજ્યમાં કપાસનું ઉત્પાદન બે દાયકા અગાઉ ૨૦ લાખ ગાંસડી હતું જે આજે ૧.૨૦ કરોડ ગાંસડી છે તેમ
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃત્તિમાં ગાય-ગંગા-ગીતા અને ગાયત્રીના મહત્વની સમજ આપી જીવ થી
શિવ સુધીની યાત્રાને પ્રકૃતિના આધાર સાથે સર્વજીવો માટેનું કલ્યાણ થાય તે દિશામાં આગળ વધવા જણાવ્યું
હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં સિંચાઇ યોજનાઓ દ્વારા પિયત વિસ્તારનો વ્યાપ વધારવામાં આવ્યો
છે. હર ખેત કો પાણીના સુત્રને ચરિતાર્થ કરવા રાજ્યના ખેડૂતો ડીપ ઇરીગેશન પદ્ધતિ આપનાવી રહ્યા છે.
રાજય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરી સરકાર ખેડૂતોની પડખે ઊભી છે તેમ
જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતો પાસેથી રૂ. ૮૦૦૦/- કરોડની ખેત
પેદાશોની ખરીદી કરી છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાનીના વળતર માટે
રાજ્ય સરકારે રૂા. ૩૮૦૦ કરોડનું ઐતિહાસિક કૃષિ સહાય પેકેજ જાહેર કર્યુ છે જેનો રાજ્યના ૫૬ લાખ ખેડૂતોને
લાભ મળવાનો છે.પ્રાકૃત્તિક કૃષિના પ્રણેતા અને પઘ્મશ્રી સુભાષ પાલેકરે જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગ, કલાઇમેન્ટ ચેન્જ,
ખાદ્યાન્ન અસુરક્ષા, મહાકાય રોગોમાંથી મુક્તિ, ગ્રામિણ યુવાનોનું શહેરો તરફ થતું સ્થળાંતર અટકાવવા, પ્રાકૃતિક
આપદાઓ અને યંત્ર માનવો તથા કૃત્રિમ બુદ્ધિમતાના પડકારોને પહોંચી વળવા માટે ભારતીય સંસ્કૃત્તિને અનુરૂપ
એકમાત્ર પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે.
શ્રી સુભાષ પાલેકરે પશ્ચિમી ભોગવાદી સંસ્કૃતિ સામે પ્રાકૃતિક કૃષિની સાથે આધ્યાત્મિક કૃષિની હિમાયત
કરી હતી.
શ્રી સુભાષ પાલેકર ગુજરાતના ૧૮ હજાર ગામડાઓને આદર્શ ગામ બનાવવા માટે ગામના નાણાં ગામમાં
અને શહેરના નાણાં ગામમાં આવે તેમજ ગામનો ન્યાય ગામમાં જ મળે તેની વિશદ ભૂમિકા આપી ગામડાઓના
પ્રાકૃતિક સંશાધનોના ગામ વિકાસમાં મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું. હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ બાદ
ગુજરાત સરકાર પ્રાકૃતિક કૃષિનો અભિગમ આપનાવી રહ્યું છે જેનાથી રાજ્યમાં મોટો બદલાવ આવશે એટલું જ
નહીં સમગ્ર વિશ્વ ભારત સામે મીંટ માંડશે તેમ શ્રી પાલેકરે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને
ગુજરાત પ્રાકૃતિક કૃષિ અપનાવી સાકાર કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ તાલીમ કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ
આજના સમયની માંગ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તાત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ મહોત્સવ અને લેબ ટુ લેન્ડ ના સંકલ્પ સાથે કૃષિ વિશ્વ વિઘાલયોના કૃષિ જ્ઞાનનેખેતરે-ખેતરે પહોંચાડયુ અને ગુજરાતમાં કૃષિને નવી દિશા આપી. હવે ગુજરાતના કિસાનો પ્રાકૃતિક કૃષિ દ્વારા
ગુજરાતને દેશભરમાં અગ્રેસર બનાવશે.
કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમારે ઉપસ્થિત સૌ
મહાનુભાવોનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, રાજ્યભરના જિલ્લા મથકે તેમજ ગામના ઇ.ગ્રામ સેન્ટર ખાતે પણ
બાયસેગના માધ્યમથી ટીવી પ્રસારણ થઇ રહ્યું છે. જેથી ગામે-ગામ ખેડૂતો આ પ્રાકૃતિક કૃષિ તાલીમ સાથે
ટીવીના માધ્યામથી જોડાશે. આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમારે
ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, રાજ્યભરના જિલ્લા મથકે તેમજ ગામના ઇ.ગ્રામ
સેન્ટર ખાતે પણ બાયસેગના માધ્યમથી ટીવી પ્રસારણ થઇ રહ્યું છે. જેથી ગામે-ગામ ખેડૂતો આ પ્રાકૃતિક કૃષિ
તાલીમ સાથે ટીવીના માધ્યામથી જોડાશે. આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ પોર્ટલનું પણ મહાનુભાવોએ લોકાર્પણ કર્યુ
હતું. આ પ્રસંગે પશુપાલન રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ, મુખ્યદંડક શ્રી પંકજભાઇ દેસાઇ, જિલ્લા પંચાયત
પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, આણંદ કૃષિ યુનિ.ના કુલપતિ ડૉ.આર.વી.વ્યાસ, અન્ય કૃષિ યુનિ.ના
કુલપતિઓ, પદાધિકારીઓ, કલેકટર શ્રી આઇ. કે. પટેલ, કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, કૃષિ
વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત તાલીમાર્થી ખેડૂતો, મહિલાઓ ઉપસ્થિત રહી હતી.