વેસ્ટ પાણીનો નિકાલ પ્રજા માટે શિરદર્દ સમી વેદના..!

647
bvn2432018-9.jpg

શહેરના નિર્મળનગર રોડ પર મિલની ચાલી પાસે જાહેર માર્ગ પર નિલમબાગમાં આવેલ મહાપાલિકાના ફિલ્ટર પ્લાન્ટ વિભાગ દ્વારા પાણી શુધ્ધિકરણની પ્રક્રિયા દરમ્યાન દુષિત પાણીનો જાહેર માર્ગ પર નિકાલ કરે છે. આ પાણી મિલની ચાલી નિર્મળનગર રોડ પરથી ચાવડીગેટ પાવર હાઉસ્‌ પાસે આવેલ ડ્રેનેઝની મેઈન લાઈન સુધી પહોંચે છે. લાંબા સમયથી પાણી નિકાલની આ સમસ્યાથી સ્થાનિકો, વેપારીઓ, રાહદારીઓ, વાહન ચાલકો વાઝ આવી ગયા છે છતાં તંત્ર યોગ્ય કરવા લેશમાત્ર તસ્દી નથી લઈ રહ્યું.    

Previous articleવરતેજ જીઆઈડીસીના પ્લોટના કમ્પાઉન્ડમાં આગ
Next articleઅમરનાથ યાત્રાએ જવા શ્રદ્ધાળુઓ એ બુલેટપ્રુફ જેકેટ પહેરવું પડશે