ભાવનગર જીલ્લાની ગ્રામીણ વિસ્તારની બહેનો માટે સીલાઈકામની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો

660

એસબીઆઈ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા ભાવનગર, તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારની બહેનો માટે તા.૦૨-૧૨-૨૦૧૯ થી ૩૦ દિવસ માટે એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં સિલાઈકામ (બહેનો માટે)ની તાલીમના નિઃશુલ્ક વર્ગનું આયોજન કરવામાં આવેલ જેના ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડીઆરડીએ ભાવનગરના નિયામક કેલેયા સાહેબ આરસેટી નિયામક ચૌહાણ સાહેબ ડી.ડી.એમ.નાબાર્ડ દિપક ખલાસ સાહેબ એસ.બી.આઈ. ચીફ મેનેજર નીલેશભાઈ બધેકા સાહેબ ગોહિલ સાહેબ સી.એમ.એફ.આઈ સુશીલ કુમાર સાહેબ, ડી.એલ.એમ. વિજયસિંહ વાઘેલા, તેમજ ગ્રામ સ્વ. રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)નાં આરેસટી સ્ટાફ હાજર રહેલા આ કાર્યક્રમની શરૂઆત સર્વ પ્રથમ પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ ડીઆરડીએ ભાવનગરના નિયામક કેલૈયા સાહેબ આરસેટી નિયામક ચૌહાણ સાહેબ ડી.ડી.એમ નાબાર્ડ દીપક ખલાસ સાહેબ, એસ.બી.આઈ. ચીફ મેનેજર નીલેશભાઈ બધેકા સાહેબ ગોહિલ સાહેબ સી.એમ.એફ.આઈ. સુશીલ કુમારસાહેબ ડી.એલ.એમ. વિજયસિંહ વાઘેલાએ કાર્યક્રમ અનુરૂપ પોતાનું પ્રાસંગિક ઉદબોધન કરેલ તેમજ તાલીમાર્થી બહેનોને જીવનમાં આગળ વધવા માટેની શુભેચ્છા પાઠવેલ.

Previous articleડી.પી.એસ. ઇસ્ટના ૮૦૦ બાળકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય બદલ શિક્ષણ મંત્રી શ્રી ચૂડાસમાનો આભાર માનતું વાલીમંડળ
Next articleભાવનગર જીલ્લાની ગ્રામીણ વિસ્તારની બહેનો માટે ફુડ પ્રોસેસિંગની તાલીમ(૧૦) દિવસ માટે