છઠ્ઠી ડીસેમ્બર હોમગાર્ડઝ સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે પાટણ પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે
જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી ડી.વી.ઠાકોરના અધ્યક્ષસ્થાને સન્માન કાર્યક્રમ યોજાયો. જેમા જિલ્લાના સબ ઇન્સ્પેકટરશ્રી ઉદેસિંહ સોલંકી ઉપસ્થિત તેમજ શ્રી આર.બી.સોલંકી રહ્યા.
આ પ્રસંગે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી ડી.વી.ઠાકોરે જણાવ્યું કે દરેક હોમગાર્ડઝ સભ્યોએ સૌપ્રથમ ડીસીપ્લીનને પ્રાધાન્ય આપવું પડશે. વેલફેર ફંડના ફાયદા ખુબ હોઇ, દર વર્ષે વેલફેર ફંડના કપાત કરાવવી જોઇએ. કંપની કમાન્ડટની બઢતી મળતાં ઓફિસર કમાન્ડીંગશ્રી ગણપતભાઇ મકવાણાને પુષ્પગુચ્છ, શાલ અને મોમેન્ડો આપી સન્માન કર્યું. સાથે એસ.એલ. અને એ.એસ.એલ.ની પદવી મળતા હોમગાર્ડઝ સભ્યોને પુષ્પગુચ્છ અને બોલપેન આપી સન્માનીત કર્યા. આ કાર્યક્રમમાં જિલ્લાના સબ ઇન્સ્પેકટરશ્રી ઉદેસિંહ સોલંકીએ બઢતી મળતા ઓફિસર કમાન્ડીંગશ્રી તેમજ હોમગાર્ડઝ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે તેમને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માનીત કર્યા. આ કાર્યક્રમમાં અધિકારીઓ, એન.સી.ઓઝ સહિત મહિલા/પુરૂષ હોમગાર્ડઝ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.