હૈદરાબાદમાં 27 નવેમ્બરે ટુ-વ્હીલરનું ટાયર પંચર થતા ટોલ પ્લાઝા પાસે રાહ જોઈ રહેલી 26 વર્ષીય વેટરનરી ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરી દીધી હતી. ડોક્ટરની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમના નામ મોહમ્મદ આરિફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નાકેશવુલુ હતું. આરિફની ઉમર 26 વર્ષ હતી, જ્યારે અન્ય આરોપીઓની ઉંમર 20 વર્ષ હતી. આ તમામ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર હતા, જેમણે દારૂ પીધા બાદ 7 કલાક સુધી ડોક્ટર સાથે આ કૃત્ય આચર્યું હતું. ત્યારબાદ પીડિતને શાદનગરના બહારના વિસ્તારમાં સળગાવી દીધી હતી. ચારેય આરોપીઓને કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા.હૈદરાબાદમાં જે હાઈવે NH 44 પર 27 નવેમ્બરની રાત્રે મહિલા ડૉક્ટરનું ગેંગેરપ અને હત્યા થઈ તે હાઇવે પર તેલંગાના પોલીસે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી દીધું છે.
…..આવી રીતે એન્કાઉન્ટર થયું……
આ ઘટના સવારે સાડા ત્રણ વાગ્યાની છે. રિમાન્ડ મુજબ પોલીસ ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા. પોલીસ સમગ્ર ઘટનાને આરોપીની નજરથી સમજવા માંગી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન આ ચારેય પોલીસની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. એવામાં પોલીસની પાસે ફાયરિંગ કરવા સિવાય કોઈ ચારો નથી. તેઓએ તેમને પકડવા માટે ફાયરિંગ કર્યું. જોતજોતામાં ચારેય આરોપી ઢળી પડ્યા.બાદમાં ચારેય આરોપીઓની લાશોને સરકારી હૉસ્પિટલ મોકલવામાં આવી. તેલંગાણા દુષ્કર્મના ચારેય આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. શમશાબાદના ડીસીપી પ્રકાશ રેડ્ડીના જણાવ્યા પ્રમાણે, પોલીસ આરોપીઓને લઈને એ અંડરબ્રિઝ તરફ જઈ રહી હતી, જ્યાં તેમણે વેટરનરી ડોક્ટર પર કેરોસીન છાંટીને સળગાવી હતી. પુછપરછ અને ઘટનાને રિક્રિએટ કરતી વખતે આરોપીઓએ પોલીસના હથિયાર લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. તેમણે પોલીસકર્મીઓ પર ફાયરિંગ કર્યું હતું. આત્મરક્ષામાં પોલીસે આ આરોપીઓ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ચારેય આરોપીઓના મોત થયા હતા. સાઈબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનરે જણાવ્યું કે ચારેય આરોપીઓ શુક્રવારે સવારે 3થી 6 વચ્ચે શાદનગર સ્થિત ચતનપલ્લીમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ઘટનામાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.
પોલીસ કમિશ્નરના વખાણ થઈ રહ્યા છે આ એન્કાઉન્ટર બાદ દરેક વ્યક્તિ સાઇબરાબાદના પોલીસ કમિશ્નર (CPC) વી.સી. સજ્જનાર (V.C. sajjanar)ના વખાણ કરી રહ્યા છે. તેના કારણે પોલીસની આ કેસ પર ખાસ નજર હતી. ઘટના બાદ તેઓએ કહ્યું હતું કે તેઓ આરોપીઓને તાત્કાલીક પકડી લેશે. અને થવું એવું જ. લગભગ 60 કલાકની અંદર જ પોલીસે આરોપીઓને પકડી લીધા. એક સપ્તાહ બાદ જ પોલીસે આ ઘૃણાસ્પદ અપરાધનો અંત કરી દીધો