જમ્મુ- કાશ્મીર સરકાર દ્ગારા દર વર્ષે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાંથી ઘણી મોટી સંખ્યામાં દર વર્ષે શ્રદ્ધાલુઓ અમરનાથ યાત્રામાં દર્શનાર્થે જતા હોય છે. ધાર્મિક શ્રદ્ધા અને આસ્થાની સાથે યાત્રાળુઓની સલામતી માટે પણ એટલી જ મહત્વની છે. યાત્રાળુઓની સલામતી અને સુરક્ષા માટે સરકાર દ્ગારા સુચનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં હવેથી અમરનાથ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓને ફરજિયાત બુલેટપ્રુફ જેકેટ પહેરવું અનિવાર્ય રહેશે. સરકારે પરમીટ સંબધિત સુચનાઓ પર વધારે ધ્યાન મુકતા જાહેરાત કરી છે કે અમરનાથ યાત્રા બોર્ડ દ્ગારા માન્ય રજીસ્ટ્રેશન ફોર્મ રજુ કર્યું હોય તેવા કિસ્સામાં સ્પેશિયલ પરમીટ આપવની રહેશે. ટુર એન્ડ ટ્રાવેલ્સ અથવા બસ ઓપરેટર જે ઓલ ઈન્ડિયા પરમીટ ધરાવતા હોય તે જ્યારે યાત્રાળુઓને લઈ અમરનાથ જવા નિકળે તે પહેલા બોર્ડ દ્ગારા માન્ય રજીસ્ટ્રેશન ફોર્મ રજુ કરવું પડશે, ત્યારબાદ તે યાત્રા માટે પ્રસ્થાન કરી શકશે. પરમીટ માટે દ્ગૈંઝ્ર ઁર્િંટ્ઠઙ્મ પર તમામ વિગતો ઓનલાઈન અપડેટ કરવાની રહેશે. ઓનલાઈન વિગતમાં વાહનનો નંબર, મોબાઈલ નંબર, યાત્રાળુઓના નામ- મોબાઈલ નંબર સાથે, રહેણાંક સરનામું, સગા-સંબંધીઓના નામ- મોબાઈલ નંબર સાથે અપડેટ કરવાના રહેશે. અમરનાથ યાત્રાની પરમીટ આપતી કોઈપણ બસ ૮ વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ. અમરનાથ યાત્રામાં ૧૩ વર્ષથી ઓછા અને ૭૫ વર્ષથી વધુ ઉમ્રના કોઈપણ વ્યકિતને પરમીટમાં સમાવેશ નહીં. ટૂર ઓપરેટર અને યાત્રાળુઓ ક્યાં રૂટથી કઈ તારીખે જવાના છે તેનો અંદાજીત પ્લાન પરમીટ લેતી વખતે બતાવવાનો રહેશે.