બિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોને લઈ S.I.T.ના ચેરમેન પદે સામાન્ય વહીવટ વિભાગના અગ્રસચિવ કમલ દયાની : ૧૦ દિવસમાં અહેવાલ રાજ્ય સરકારને સોંપશે

107349

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્‍યું છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
દ્વારા તાજેતરમાં લેવાયેલી બિનસચિવાલય કારકુનની પરિક્ષામાં ગેરરીતિની ફરિયાદોની તટસ્‍થ અને ન્‍યાયિક તપાસ
માટે S.I.T. ની રચના કરાશે. S.I.T. ૧૦ દિવસમાં અહેવાલ રાજ્ય સરકારને સોંપશે સામાન્ય વહીવટ વિભાગના
અગ્રસચિવ કમલ દયાનીના અધ્‍યક્ષપદે પાંચ સભ્‍યોની કમિટિ રચાશે.

મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, બિન સચિવાલય કારકુની પરીક્ષામાં પેપરના સેન્ટરો ઉપર થયેલ
ગેરરીતિઓ સંદર્ભે ગઇકાલથી પરીક્ષાર્થીઓ ગાંધીનગર ખાતે આંદોલનના માર્ગ વળ્યા હતા.
રાજ્યના યુવાનોની પડખે રાજ્ય સરકાર હરહમેશ રહી છે અને રહેશે. મુખ્યમંત્રી વિજયભાઇ
રૂપાણીએ સંવેદનશીલતા દાખવીને યુવાનોને સહાયરૂપ થવા માટે આ મહત્‍વનો નિર્ણય કર્યો છે.
આજે પરીક્ષાર્થીઓના અગ્રણી સાથે કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરાયું હતું.
યુવાનોની માંગ મુજબ આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ S.I.T.
ની રચના કરવામાં આવી છે, બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું
કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં ૩૯૦૦થી વઘુ બિન સચિવાલય કલાર્કની
ભરતી માટે સુચારું વ્યવસ્થા સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬ લાખ કરતાં વઘુ વિઘાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ગેરરીતિ સંદર્ભે ફરિયાદ મંડળને રજૂઆતો કરવામાં આવી
હતી.

મંડળ દ્વારા ગેરરીતિઓના સી.સી.ટી.વી ફૂટેજના ચકાસણીની કામગીરી હાલ ચાલી રહી છે.
પરંતુ પરીક્ષાર્થીઓનો આક્રોશ વઘતાં ગુજરાતના નવયુવાનોએ ગાંધીનગરમાં જે આંદોલન શરૂ કર્યું
હતું તેને ધ્‍યાને લઇને યુવાનોને સહાય રૂપ થવા માટે ત્‍વરિત આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
વઘુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સાચા લોકોને ન્યાય અપાવવા માટે સતત કાર્યશીલ
સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પરીક્ષાર્થીઓને કોઇ તકલીફ ન પડે તે
માટે ખાસ તકેદારી રાખવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. આંદોલનના માર્ગ વળેલા નવયુવાન
પરીક્ષાર્થીઓ ઠંડી રાત્રિમાં મહાત્મા મંદિર ખાતે રોકયા હતા. અલગ અલગ માઘ્યમ થકી સરકારને
પોતાની માંગ અંગેની જાણ કરતાં હતા. તે સમયે રાજયના મુખ્યમંત્રીએ વિઘાર્થીઓના જમવાની
વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તેમજ તેમને આ ઠંડી રાત્રિમાં બહાર રહેવું પડ્યું તે અંગે ભારે દુ:ખ
વ્યક્ત કર્યું છે.
કેટલાક અસંતોષીઓ દ્વારા સરકાર અને આંદોલન કરનાર રાજકારણથી નિર્દોષ વિઘાર્થીઓ
વચ્ચે કેમ ઘર્ષણ થાય અને ઘટનાને રાજકીય ઓપ આપવા માટે સતત કાર્યરત રહ્યાં હતા, તેવું કહી
મંત્રીએ જણાવ્યું હતું કે, વિઘાર્થીઓ કોઇની વાતમાં ન આવે તે માટે પોલીસ તંત્રના ઉચ્ચ
અઘિકારીઓ અને ગાંઘીનગર કલેકટરને તેમની સાથે ચર્ચા-વિર્મશ કરવા જણાવ્યું હતું. તેમની
માંગણી જાણી હતી. તેમજ આવા રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરનાર લોકોને યુવાનોએ દૂર
રાખ્યા હતા,તે બદલ વિઘાર્થીઓના આગેવાનો તથા સર્વે વિઘાર્થીઓને અભિનંદન આપ્યા હતા.
વિઘાર્થીઓના અગ્રણીઓ સર્વે યુવરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, હાર્દિક પ્રજાપતિ
અને હાર્દિક સરવૈયા સાથે વાત થયા પછી તુરંત જ રાજયના મુખ્ય મંત્રીએ વિઘાર્થીઓની
માંગણીને સંતોષવા માટે એસ.આઇ.ટી. ની રચના કરવાની સૂચના આપી હતી. જેમાં સામાન્ય
વહીવટ વિભાગના અગ્ર સચિવ કમલ દયાનીને ચેરમેન પદે એસ.આઇ.ટીની રચના કરવામાં
આવી હતી. જેમાં સભ્ય તરીકે એ.ડી.જી.પી. સી.આઇ.ડી.( ઇન્ટે.) મનોજ શશીઘરન અને
ગાંધીનગર રેન્જ આઇ.જી. મયંકસિંહ ચાવડાની નિમણુંક કરવામાં આવી છે. સભ્ય સચિવ તરીકે
સામાન્ય વહીવટ વિભાગના જવલંત ત્રિવેદીની નિમણુંક કરવામાં આવી છે. વિઘાર્થીઓ દ્વારા ગૌણ
સેવા પસંદગી મંડળમાં રજૂઆત કરી છે. તે પુરાવા, ફરિયાદ તમામ સીટને સુપ્રત કરવામાં આવશે.
સમિતિના ટર્મ્સ ઓફ રેફરન્સ :
 આ પરીક્ષા ખરેખર પેપર લીંક થયાની ઘટના બની છે કે કેમ ? અને જો બની હોય તો કયા
સેન્ટર પર સ્થળે કે અન્ય કોઇ જગ્યાએ બની હોય તો તેનો વિગતવાર અહેવાલ

 પરીક્ષા દરમ્યાન કોપીંગ/ગેરરીતિની કોઇ ઘટના બની છે કેમ ? અને જરૂર પડે તો સમિતિ
પરીક્ષા દરમિયાન આ સેન્ટોરોના સી.સી.ટી.વી. ફુટેજ તપાસી તેનો અહેવાલ સુપ્રત કરશે.
 સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ આ હેતુ માટે S.I.T. ને અરજદારો તરફથી મળેલ
લેખિત/મૌખિક રજુઆતો પણ સાંભળવાની તક આપશે.
 S.I.T.ને જરૂર લાગે ત્યાં રાજય સરકારના ગૃહ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગની મદદ
લઇ શકશે.
 જયાં જરૂર જણાંય ત્યાં S.I.T. ફોરેનસિક સાયન્સ લેબોરેટરીની પણ મદદ લઇ શકશે.
 આ સિવાય પરીક્ષા સંબંઘિત અન્ય કોઇ સૂચનો/રજુઆતોની વિગતો પણ S.I.T. તપાસશ.
મહત્વની બાબતો. :
 જયાં સુઘી S.I.T. નો રીપોર્ટ સરકારને પ્રાપ્ત ન થાય ત્યાં સુઘી પરીક્ષાનું પરિણામ
અનામત રાખવામાં આવશે અર્થાત જાહેર કરવામાં આવશે નહી.
 S.I.T. માં ગૌણ સેવા પસંદગી મંડળના કોઇ પ્રતિનિઘિનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
 પરીક્ષાર્થીઓના પ્રતિનિઘિઓ જેમાં યુવરાજસિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ, યુવરાજસિંહ
ગોહિલ, ભાવસિંહ સરવૈયા અને અન્ય આગેવાનોની બેઠક S.I.T. સાથે આવતીકાલે
કરવામાં આવશે.તેમની રજુઆતો અંગે S.I.T. પુખ્ત વિચારણા કરીને તેનો અહેવાલ દસ
દિવસની અંદર રાજય સરકારને સુપ્રત કરશે.
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વઘુમાં જણાવ્યું હતું કે, પરીક્ષાર્થી આગેવાનો સાથે વાત થયા
પછી તેમની તકલીફોને ઘ્યાન લઇ રાજયના મુખ્ય મંત્રીશ્રીએ ગાંધીનગરમાં અઘતન સુવિઘાથી
સજ્જ લાયબ્રેરીનું નિર્માણ કરવા અને પરીક્ષાની તૈયારી માટે આવતાં યુવાનો માટે રહેવા માટે
હોસ્ટેલની સુવિઘા ઉભી કરવા માટેની દિશામાં હકારાત્મકતા દાખવી છે. તેમણે ઉમેર્યું કે,
છેલ્લા પાંચ વર્ષમાં પારદર્શિતા રાખીને ૧ લાખ ૨૫ હજારથી વઘુ યુવાનોની ભરતી કરવામાં આવી
છે. એલ.આર.ડીના વેટિંગ લિસ્ટને ૨૦ ટકા લઇ જવામાં સામાન્ય વહીવટ અને ગૃહ વિભાગને
જણાવવામાં આવ્યું છે. તેમજ આગામી સમયમાં ૧૨ હજાર કરતાં વઘુ પોલીસકર્મીઓની ભરતી
પ્રક્રિયા હાથ ઘરાશે.
મંત્રીએ આ પરીક્ષા સાથે સંકાળાયેલા તમામ ઉમેદવારોને નમ્ર ભાવે અપીલ કરી છે કે,
તેમના અગ્રણીઓ સાથે તમામ પ્રકારની વાત કરવામાં આવી છે. જેથી કોઇની વાતમાં ન આવવું.
સરકાર દ્વારા સાચા ઉમેદવારોને કયારેય અન્યાય થવા દેવામાં આવશે નહી, તેની ખાતરી પણ
આપી છે. પરીક્ષાઓના આગેવાન સર્વેશ્રી યુવરાજસિંહ જાડેજા, હાર્દિક પ્રજાપતિ, યુવરાજસિંહ ગોહિલ
અને ભાવસિંહ સરવૈયાએ પણ મીડિયાકર્મીઓ સાથે મુકત મને વાત ચીત કરી હતી.

Previous articleપુરુષાર્થ – સફળતાની ચાવી – સાધુ કૌશલમૂર્તિદાસ (વચનામૃત : જીવનમાર્ગદર્શક – ૩૬)
Next articleઅલંગ સોસિયા શિપબ્રેકીંગ યાર્ડના દરિયાકિનારેથી યુવક ની હત્યા કરાયેલ લાશ મળી