અભિષેક અને ઇલિયાનાની ફિલ્મનુ શુટિંગ શરૂ થઇ ગયુ

633

નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્જિયા ફિલ્મમાં જોરદાર ભૂમિકા અદા કર્યા બાદ હવે અભિષેક બચ્ચન ફરી એક ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. નવી ફિલ્મમાં અભિષેક બચ્ચન ઇલિયાના ડી ક્રુઝ સાથે નજરે પડનાર છે. અભિષેક બચ્ચન લાંબા સમય બાદ કોઇ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. આ વખતે અભિષેક નિર્દેશક કુકી ગુલાટીની ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મમાં તેની ભૂમિકાને લઇને અભિષેક બચ્ચન ભારે ખુશ દેખાઇ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે સારી ફિલ્મમાં કામ કરી રહ્યો નથી. ફિલ્મી દુનિયાથી થોડાક સમય સુધી બહાર રહ્યા બાદ ફરી તે નજરે પડનાર છે. ઇલિયાના ફરી એકવાર ફિલ્મોમાં સક્રિય થઇ ગઇ છે. તેની પાસે અનેક ફિલ્મો રહેલી છે. પોતાના બોયફ્રેન્ડ સાથે સંબંધ તુટી ગયા બાદ તે ફિલ્મોમાં સક્રિય થઇ ગઇ છે. ફિલ્મમાં અભિષેક બચ્ચનની સાથે અજય દેવગન પણ કામ કરી રહ્યો છે. અભિષેકે પોતે ફિલ્મના સંબંધમાં માહિતી આપી છે. આ ફિલ્મને અજય દેવગનની કંપની દ્વારા પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મ મારફતે ફરી વાર રોહિત શેટ્ટીની ફિલ્મ બોલ બચ્ચન પછી અભિષેક અને અજય દેવગન સાથે નજરે પડનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત છે. ફિલ્મ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે આ ફિલ્મ વર્ષ ૧૯૯૦થી લઇને ૨૦૦૦ વચ્ચે ભારતની ફાયનાન્સિયલ સ્થિતી પર આધારિત છે. અજય દેવગનને ફિલ્મની પટકથા પસંદ પડી ગયા બાદ આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ઇલિયાના ફિલ્મમાં ખુબ મોટી ભૂમિકા અદા કરી રહી છે. જો કે તે અભિષેકની સાથે ફિલ્મમાં કામ કરી રહી નથી. અભિષેક માટે અભિનેત્રીની શોધ ચાલી રહી છે.ઇલિયાના ફિલ્મને લઇને આશાવાદી છે.

Previous articleઇશા ગુપ્તાની હેરાફરી -૩ માટે પસંદગી કરી લેવાઇ
Next articleઅજાણ્યા પુરુષની લાશની ઓળખ આપવા અનુરોધ