રાજ્ય સરકાર તરફથી વિશાળ જનસમુદાયને પ્રોપર્ટી કાર્ડ પુરા પાડવાની મહત્વકાંક્ષી
યોજનાને સુચારુ રીતે પૂર્ણ કરવા અંગે કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલમાં કલેક્ટરશ્રીની
અધ્યક્ષતામાં સમીક્ષાત્મક બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ અધિકારીઓને પ્રોપર્ટી કાર્ટ યોજના અંતર્ગત બિનખેતી થયેલા મિલ્કતોની સીધા પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરવા સુચના આપવામાં આવી હતી. આ યોજના અંગે જિલ્લાના કુલ ૪૪ ગામોમાં નવીન સર્ટી સર્વે એટલે કે ગામઠાણ યોજના સરકારશ્રીએ મંજુર કરેલ છે. જે યોજનાને યોજનાકીય લક્ષાંક મુજબ પૂર્ણ કરવા તથા મિલ્કતધારકોને પોતાની મિલ્કતના સરકારી પુરાવા/રેકર્ડ મળી રહે તે સરકારશ્રીનો ઉદ્દેશ છે તેમ જણાવ્યું હતું. આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ ડીડીઓશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગર નિયોજક અધિકારી, સર્ટી સર્વે અધિકારી તથા સંલગ્ન અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.