ગુજરાત વર્ષ ૨૦૨૫માં ક્ષયમુક્ત ભારત નિર્માણમાં ગુજરાત અગ્રીમ ભૂમિકા અદા કરીને તે પહેલાં ક્ષય મુક્ત બનશે તેવી આશા નીતિનભાઈ પટેલે વ્યક્ત કરી હતી.
આજે ગાંધીનગર ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણીનો શુભારંભ કર્યાં બાદ મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારી યોજનાઓ તેમજ પ્રોજેક્ટોને એક પડકાર તરીકે ઉપાડીને હાથ પર લે છે તેના ઘણાં સુભગ પરિણામો મળે છે. તેમના ક્ષય મુક્ત ભારતના નિર્માણમાં પણ ગુજરાત સક્રીય યોગદાન આપશે. ક્ષય રોગના નિવારણ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ વ્યક્તિ દીઠ રૂ. ૧૮ લાખની દવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરીને ટી.બી. નિર્મૂલનમાં જન ભાગીદારી કેળવી છે. રાજ્યમાં ૧.૪૬ લાખ દર્દીઓ ટી.બી.ના નોંધાયા છે. જે સંભવિત ૧.૮૦ લાખ છે તે તમામને શોધવામાં આરોગ્યકર્મીઓ સક્રીય યોગદાન આપીને તમામને શોધીને ઘરે-ઘરે જઈ સારવાર આપશે તો ચોક્કસ ગુજરાત વર્ષ ૨૦૨૫ પહેલાં ટી.બી. મુક્ત ગુજરાત બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
ભૂતકાળમાં શીતળા અને પોલીયો નાબૂદી અભિયાનમાં જે રીતે પ્રજાકીય અને માધ્યમોનો સહયોગ પ્રાપ્ત થયો તે રીતે આ અભિયાનમાં પણ વ્યાપક જન ભાગીદારી જોડાય તો ચોક્કસ પરિણામ મળશે. તેમણે કહ્યું કે, પોલીયો નાબૂદી અભિયાનના પરિણામે વર્ષ ૨૦૦૭ પછી ગુજરાતમાં અને વર્ષ ૨૦૧૪ પછી સમગ્ર દેશમાં એક પણ પોલીયોનો કેસ નોંધાયો નથી. તેમણે કહ્યું કે, રાજ્યમાં જે ૧.૪૬ બાળ દર્દીઓ શોધી કઢાયા છે તેમાં મુખ્યત્વે અમદાવાદ શહેર, દાહોદ, પંચમહાલ અને મહિસાગરમાં સંખ્યા વધુ જોવા મળી છે ત્યાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે. તેમણે કહ્યું કે, ટી.બી.ના રોગની સારવાર એ લાંબાગાળાની સારવાર છે ત્યારે દર્દીને પોષક આહાર, દવાઓ મળી રહે તે માટે પ્રતિ દર્દી પ્રતિમાસ કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૫૦૦/-ની આર્થિક સહાય પણ આપવામાં આવે છે તેના કારણે ટી.બી. નિર્મૂલન અભિયાન વધુ વેગવાન થશે અને રોગનું પ્રમાણ ઘટશે. રાજ્ય સરકાર દ્વારા ટી.બી. મુક્ત ગુજરાત નિર્માણના અભિયાનમાં તમામ અધિકારી-કર્મચારીઓને સક્રીય યોગદાન આપી નિર્ધારીત સમયમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા પણ આહવાન કર્યું હતું.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે કહ્યું હતુ કે, ટી.બી.નાબૂદી સારવારમાં ગુજરાતે ૮૯ ટકા સિદ્ધિ હાંસલ કરી છે. વડાપ્રધાનશ્રીના ટી.બી.મુક્ત ભારત ૨૦૨૫ના લક્ષ્યને ગુજરાત તે પહેલાં પૂર્ણ કરશે. આગામી સમયમાં જિલ્લા, તાલુકા ઝ્ર્ઝ્ર, ઁૐઝ્ર અને ગ્રામ્ય સુધી ટી.બી. નાબૂદીના લક્ષ્યાંક નક્કી કરાશે. ‘‘ટી.બી. હારેગા ઔર જીતેગા ગુજરાત’’ને સાથે મળીને સાકાર કરીશું તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, આરોગ્ય કમિશનર ડૉ. જયંતિ રવિએ ટી.બી. મુક્ત ગુજરાત વિઝન ટુ એકશન રજૂ કરતા કહ્યું હતું કે, વર્ષે ટી.બી.ના કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. ગુજરાતમાંથી ટી.બી. નાબૂદી-મુક્તિ માટે ખાસ વ્યૂહ રચનાઓ ઘડવી પડશે તેમાં વિવિધ માધ્યમો સહિત તમામની જન ભાગીદારી જરૂરી છે. ટી.બી. નાબૂદી અને તેના દર્દીની ઓળખમાં ગુજરાત અગ્રેસર છે. વડાપ્રધાનના ટી.બી.મુક્ત ભારતના ૨૦૨૫ના લક્ષ્યાંકને આપણે સૌએ સાથે મળીને સમય કરતા પહેલાં પૂર્ણ કરવા આ પ્રસંગે તેમણે આહવાન કર્યું હતું.
આરોગ્ય વિભાગના અધિક નિયામક પરેશ દવેએ સ્વાગત પ્રવચન કરીને ટી.બી. નિર્મૂલન માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની વિગતો આપી હતી. તેમણે વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાંથી ૨૦૨૫ સુધીમાં ટી.બી. મુક્ત ભારત નિર્માણની જે આહલેક જગાવી છે. તેમાં પણ ગુજરાત અગ્રેસર ભૂમિકા અદા કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
રાજ્યમાં ટી.બી. રોગને નાબૂદ કરવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી, ખાનગી અને એન.જી.ઓ.ના ડોકટર્સ અને આરોગ્ય કાર્યકરોનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સ્મૃતિ ચિહ્ન આપી તેમની કામગીરી બિરદાવી હતી. ટી.બી. રોગને નિયંત્રિત કરવા ઉપયોગી ટેબ્લેટ્સ અને મોબાઈલ ફોનનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે સગર્ભા માતાઓ અને બાળકોના આરોગ્યની માહિતી માટે અગત્યની ્ીષ્ઠર્ર (ટેકો) મોબાઈલ એપ – ટેકો પ્રોજેક્ટને મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં પ્રાથમિક તબક્કે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોન્ચ કરવામાં આવ્યો હતો.
સંગીત દર્દીનું દર્દ ઓછુ કરવામાં અગત્યની ભૂમિકા ભજવે છે, જેને સાકાર કરવા આજથી વિશ્વ ક્ષય દિવસે સમગ્ર રાજ્યની સિવિલ હોસ્પિટલના વોર્ડમાં સંગીત પીરસવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્યો શંભુજી ઠાકોર અને ડૉ. સી.જે. ચાવડા, મેયર સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં તબીબો-આરોગ્ય વર્કરો ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમમાં હાજર મેયરની નોંધ પણ નીતિનભાઈએ ન લેતાં પ્રશ્નાર્થ – ચર્ચા
ગાંધીનગર, તા. ર૪
ક્ષય દિવસના કાર્યક્રમમા હાજર પ્રથમ નાગરિક એવા મેયરની નાયબ મુખ્યમંત્રીએ નોંધ પણ નહીં લેતાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. નીતિનભાઈ ગાંધીનગરના ભાજપ સાથે સીધા સંકળાયેલા હોવાથી અનેક ફરિયાદો મેયર સામે આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ છે વળી સ્થાનિક રાજકારણમાં તે મૂળ કોંગ્રેસના હોવાથી બંન્ને તરફ સંપર્ક રાખતા હોવાની વાત ખુલ્લી પડી ગયેલ છે. પોતાની ખુરશી ટકાવવા થયેલા પક્ષાત્તર ધારાના કેસમાં સેટલમેન્ટથી રહ્યા હોવાનું ખુલ્લેઆમ ચર્ચાય છે ત્યારે સિનિયર નીતીનભાઈએ પોતાના સંબોધનમાં પણ તમામના નામો લીધા પરંતુ મેયરનું નામ નહીં લઈને તેમનું સ્થાન વટાવ્યું હોવાનું રાજકીય તજજ્ઞો કરી રહ્યા છે. કોંગ્રેસના સી. જે. ચાવડાનું નામ પણ લીધુ પરંતુ મેયરનું નામ નહીં લઈને તેમણે પોતાની નારાજગી સ્પષ્ટ રીતે બતાવી દીધી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.જો કે મેયરની મુદત પુરી થવાની છે તેથી તેમને ચલાવ્યા છે તેવું પણ ભાજપમાં ચર્ચામાં છે.