બાબરા તાલુકાના ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવારના કુળદેવી મંદિર નો ૧૬ પ્રતિષ્ઠા મહોત્સવ તા૨૫/૩/ રામનવમીના દીને યોજાશે ગુજરાતભર વસતા સમસ્ત ભાતિયા પરિવાર એકસત્ર થઈ દર વર્ષની રામનવમીને ચેંત્ર સુદ નવમીના દિવસે હેમાદ્વિ પ્રયોગ યજ્ઞ સંપૂર્ણ સાત્વિક યજ્ઞ યોજાશે. મહાનુભવો, રાજસ્વી અગ્રણીઓ માઇ ભક્તો, ઉટવડ ખાતે બુટભવાની મંદિરે દર્શન પ્રસાદ લેવા પધારે છે. સમસ્ત ભાતિયા પરિવારના કુળદેવી બુટભવાની મંદિરનું નિર્માણ સોળ વર્ષ પુર્વે થયેલ રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલ મંદિરમાં રાહદારી પદયાત્રીઓ માટે મંદિર દ્વારા ઉત્તમોત્તમ પુરી પડાય છે રામનવમીના દિવસે સોળ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.