વેરાવળ તાલુકાના ઉમરાળા ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૨૧૯૫ વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાના હસ્તે મહિલા લાભાર્થીને સાધન સહાય પ્રેસર કુકર આપવામાં આવ્યું હતું.
આ સેવાસેતુ કાર્યક્રમમાં લોકોના વ્યક્તિલક્ષી પ્રશ્ર્નો જેવા કે, આધારકાર્ડ નોંધણી, જન્મ મરણ પ્રમાણપત્ર, માં અમૃત્તમ કાર્ડ, જાતિના દાખલાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ તકે મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ચૌધરી, મામલતદાર અને તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ મોટીસંખ્યામાં અરજદારો સહભાગી થયા હતા.