તા.૮/૧૨/૨૦૧૯ રવિવારના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન ઓફીસર તેમજ નાયબ
મામલતદારની પ્રિલીમીનરી પરિક્ષાનું આયોજન કરવામા આવેલ છે. જે પરિક્ષા શાંતિપુર્વક તેમજ સુચારૂ રીતે યોજાય તે હેતુથી અધિક નિવાસી કલેક્ટરશ્રી ઉમેશ વ્યાસના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે સંબધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા પરીક્ષાની સંપુર્ણ દેખરેખ તેમજ નિયંત્રણ માટે ભાવનગર શહેરના તમામ પરિક્ષા કેન્દ્રો પર ૪૩ સ્પેશિયલ ટાસ્ક ઓફીસરની નિમણુંક કરવામા આવી હતી.
અધિક કલેક્ટરશ્રી વ્યાસે સ્પેશિયલ ટાસ્ક ઓફિસરોએ કરવાની થતી કામગીરી જેવી કે પરીક્ષાકેન્દ્રની અગાઉના દિવસે મુલાકાત લેવી, સંબંઘિત કેન્દ્ર સંચાલક સાથે વિગતવાર પરામર્શ કરવો, તમામ ઉમેદવારઓએ સમયસર પ્રવેશ મેળવી લીઘેલ છે કે કેમ? તે જોવું, તમામ કેન્દ્રો ઉપર પોલીસ બંદોબસ્તની પુરતી વ્યવસ્થા થયેલ છે કે કેમ?, પરીક્ષા કેન્દ્ર પર તમામ સ્ટાફની નિમણૂક થયેલ છે કે કેમ?, પરીક્ષા દરમિયાન કેન્દ્રો ઉપર નિયત સમયાંતરે બેલ વાગે તેની ખાત્રી કરવી, પ્રશ્નપત્રોના પેકેટ સીલબંઘ છે કે કેમ?, પરીક્ષા સાથે સંકળાયેલ કર્મચારીશ્રીઓ કે પરિક્ષાર્થીઓ પાસે પ્રવેશ પહેલાં જ વિજાણું સાઘનો ન રહે તેની પુરતી ચકાસણી કરવી/કરાવવી, પરીક્ષાકેન્દ્રો ઉપર પીવાના પાણીની સુવિઘા તેમજ સેનેટાઇઝેશન / વોશરૂમની યોગ્ય વ્યવસ્થા થયેલ છે કે કેમ?, CCTV કેમેરાની કાર્યશીલતા અને કાયદો અને વ્યવસ્થાની ચકાસણી કરવી, પરીક્ષાના દિવસે તા.૮/૧૨/૨૦૧૯ના રોજ સવારે ૯ કલાકથી પોતાના કેન્દ્ર પર પહોંચી જઇ કેન્દ્રના નીચેની વિગતેના તમામ અઘિકારીઓને સોંપેલ કામગીરી તપાસવી, પરીક્ષાના દિવસે સવારના ૯ વાગ્યા થી પોતાની કામગીરી હાથ ધરવી વગેરે જેવી બાબતો અંગે જરૂરી સુચન તેમજ માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા. સ્પેશ્યિલ ટાસ્ક ઓફિસરો પરીક્ષા પહેલાંના બે કલાકથી માંડી પરીક્ષા પૂર્ણ થયાથી પરીક્ષાલક્ષી તમામ સામગ્રી સ્ટ્રોંગરૂમ સુઘી પહોંચે ત્યાં સુઘી ઉકત સૂચવેલ વિગતે સતત મોનીટરીંગ કરશે. તેમજ વધુમા અધિક કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતુ કે આ વખતે ૪૩ સેન્ટરો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવશે જેમા દરેક સેન્ટર દિઠ ૨ પોલીસ કોન્સ્ટેબલ, ૧ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેમજ ૧ મહિલા હોમગાર્ડ જ્યારે સુપરવિઝન માટે ૫ કેન્દ્રોદિઠ ૧ P.S.I, ૧૦ કેન્દ્રોદિઠ ૧ P.I નીમવામાં આવેલ છે જેનુ સમગ્ર સંચાલન સીટી DY.S.P મનિષ ઠાકર દ્વારા કરવામા આવશે..