ભાવનગર શહેરના વિદ્યાનગર ગાંધી કોલોની ખાતે ગુજરાત સંગીત નાટય અકાદમી તથા
દલિત અધિકાર સંઘ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે મહામાનવ ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની
પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકડાયરાના કલાકારો શ્રી
બીપીનભાઈ સઠીયા, હર્ષદ બારોટ તથા ભુપતભાઈ નૈયાએ ભીમ ભજન ના ગીતોથી ઉપસ્થિત લોકોને
તરબોળ કર્યા હતા.
આ કાર્યક્રમમાં શ્રીમોહનભાઈ બોરીચાએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી સન્માનિત કરવા માટે ના ઉદેશો
જણાવી શ્રી જયશંકરભાઈ તેરૈયાનું સન્માન, સિનિયર સિટીઝન સન્માન, ધાર્મિક વ્યાખ્યાતાઓનું સન્માન
તથા આંતરજ્ઞાતિય લગ્ન ગ્રંથીથી જોડાયેલ યુગલોનું સન્માન કર્યુ હતુ તેમજ તે વિશેની વિસ્તૃત માહિતી
આપી હતી.આ લોકડાયરામાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમનહરભાઈ મોરી, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન
શ્રીયુવરાજસિહ ગોહીલ, પોલીસ અધીક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, કોર્પોરેટર શ્રીકલ્પેશભાઈ વોરા,
શ્રીનાનજીભાઈ બોરીચા, શ્રીહેમંતભાઈ વિંઝુડા, શ્રીબકુલભાઇ ભાસ્કર, શ્રીચંદુભાઈ નૈયા, શ્રીમહેશભાઈ દાફડા,
શ્રીખીમસુરીયા ભાઈ, સોંદરવા દેસાભાઈ, મીરાબેન વિંઝુડા, ધનજીભાઈ બોરીચા, વિનુભાઈ પરમાર,
બાબુભાઈ ચૌહાણ, કિશોરભાઈ બોરીચા વગેરે આગેવાનો જોડાયા હતા.તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન
નાનજીભાઈ બોરીચા એ કર્યું હતું.