શહિદ દિને દામનગર ખાતે શહિદ વંદના સાથે બાઈક રેલી

944
guj2532018-12.jpg

દામનગરમાં શહીદ દીને સિક્સ બટાલિયન ગ્રુપ દ્વારા શહીદ વંદના અને બાઇક રેલી  સને ૧૯૩૧ની ૨૩મી માર્ચે વીરભગતસિંહ, રાજ્યગુરૂ, સુખદેવ ત્રણ દેશભકતોને અંગ્રેજ હકુમતે ફાંસી આપી દેશ માટે શહાદતને વરેલ ક્રાંતિકારીઓએ દેશમાં બગાવતનું બ્યુગલ ફૂંકી ઇન્કલાબ જીંદાબાદના નારા સાથે ગુલામીના ગૂંગળામણના અંધાર ઉલેચી આઝાદીનો ઉજાસ દર્શવ્યો તે શહીદોના માનમાં શહીદ દીને દામનગરના સિક્સ બટાલિયન ગ્રુપના યુવાનોએ દામનગરના સરદાર ચોકથી સરદારની પ્રતિમાને અને શહીદોને પુષ્પહાર કરી બાઇક રેલી યોજી હતી શહેરભરની મુખ્ય બજારમાં આ બાઇક રેલી ફરીને શહીદ દીને ક્રાંતિકારી શહીદોને શ્રધાંજલિ અર્પી હતી. 

Previous articleઉંટવડ ખાતે બુટભવાની મંદિરનો આજે ૧૬મો પ્રતિષ્ઠા મહો. ઉજવાશે
Next articleજાફરાબાદનાં નાગેશ્રી ખાતે ભાગવત સપ્તાહની પૂર્ણાહૂતી