બરવાળા મુકામે મોરીશેરી વિસ્તારમાં કારમાં વિદેશી દારૂ ભરેલો હોવા અંગેની બરવાળા પોલીસને મળેલી બાતમીના આધારે શક્તિસિંહ ઝાલા (પી.એસ.આઈ.),શિવાંગભાઈ ભટ્ટ (એ.એસ.આઈ.)સહેદવદાન ગઢવી, બહાદુરસિંહ રાઠોડ, લગધીરસિંહ ચુડાસમા સહીતના સ્ટાફ દ્વારા દરોડો પાડતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ,બીયરના ટીન તેમજ મોટર કાર મળી કુલ રૂ.૩,૬૦,૨૦૦/- નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જયારે આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ અંગે બરવાળા પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર તા.૦૬-૧૨-૨૦૧૯ ના રોજ રાત્રીના ૯/૩૦ કલાકે બરવાળા શહેરના મોરીશેરી વિસ્તારમાં બનેસંગભાઈ મોરીના ઘર પાસે હ્યુન્ડાઈ વર્ના મોટર કારમાં ઈંગ્લીશ દારૂ ભરેલો છે આ દારૂ અજીત મોરીનો હોવા અંગેની પોલીસને મળેલી બાતમીના આધારે બરવાળા પોલીસ સ્ટાફ દ્વારા દરોડો પાડતા હ્યુન્ડાઈ વર્ના કાર નં.જી.જે.૧૬.બી.બી.૧૯૮૩ કારની તપાસ કરતા મોટરકારમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૪૯ કી.રૂ. ૪૪,૭૦૦/-, બીયરના ટીન નંગ – ૧૫૫ કી.રૂ.૧૫,૫૦૦/- તેમજ હ્યુન્ડાઇ વર્ના કાર નંબર – જી.જે.૧૬.બી.બી.૧૯૮૩ કી.રૂ.૩,૦૦,૦૦૦/-સહીત કુલ રૂપિયા ૩,૬૦,૨૦૦/-નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જયારે આરોપી (૧) અજીત સુરસંગભાઈ મોરી (૨) બનેસંગભાઈ દાનસંગભાઈ મોરી રહે.મોરીશેરી, મુ.બરવાળા,જી.બોટાદ ફરાર થઇ ગયા હતા.જેને પકડી પાડવા પોલીસે ચક્રોગતિમાન કરી દીધા છે. આં બનાવ અંગે બરવાળા પોલીસે ફરાર (૧) અજીત સુરસંગભાઈ મોરી (૨) બનેસંગભાઈ દાનસંગભાઈ મોરી રહે.બન્ને મોરીશેરી, મુ.બરવાળા,જી.બોટાદ વિરુધ્ધ પ્રોહી.એક્ટ કલમ-૬૫(ઈ), ૯૮(૨),૧૧૬(બી),૮૧ મુજબ ગુનો નોંધી આગળની તપાસ એસ.વાય.ઝાલા(પી.એસ.આઈ.)બરવાળા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે.