વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે ધોરણ – ૧ થી ૮નાં વિદ્યાર્થીઓનો શિયાળુ રમોત્સવ યોજાયો.”

621

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે તારીખ – ૦૭/૧૨/૨૦૧૯ ને
શનિવારનાં રોજ શિયાળુ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ – ૧ થી ૮ નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ શિયાળું રમોત્સવમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયુ હતું.

જેવી કે અવળી –સવળી દોડ, લીબું ચમચી, દેડકા દોડ, ઈન-આઉટ ગેમ, ત્રી-પગીય દોડ, લેગ બલુન, ફુગ્ગા ફોડ, મુળાક્ષરની ઓળખ, સંગીત ખુરશી, એક મીનીટ સ્પર્ધા, કોથળા દોડ, સ્લો સાઈકલીંગ, લોટ ફુકણી, રસ્સા ખેંચ વગેરે જેવી અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ રમતોમાં વિદ્યાર્થીઓએ ખુબ જ હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો. આ તમામ રમતોમાં પ્રથમ,દ્વિતીય અને તૃતિય આવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહીત ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં. આ શિયાળુ રમોત્સવને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારનાં તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleવિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે દેશની તમામ સેન્યને માન આપવા ધ્વજ દિવસ(ફ્લેગ ડે)ની ઉજવણી
Next articleવલભીપુર ખાતે કૉંગ્રેસ સંગઠન મજબૂત કરવા મિટિંગ યોજાઈ