ખાંભા-ડેડાણ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈસ્લામ ધર્મગુરૂઓ વિરૂધ્ધ ટીપ્પણી કરનાર રાજકોટની સોનુ ડાંગર વિરૂધ્ધ રોષપૂર્ણ રીતે ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના અને ડેડાણ ગામના સમસ્ત મુસ્લિમ દ્વારા આજે ગુજરાત સરકારમાં સમસ્ત મુસ્લિમ સમાજે ખાંભા ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવી આવા ગંદી અને હલકી વિચારસરણી ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાયદાકિય કડક કાર્યવાહી કરી શિક્ષાત્મક દાખલો બેસાડતી કાર્યવાહી થવા માંગ કરી છે. સોશ્યલ મિડીયા પર કોઈપણ ધર્મ, સંપ્રદાય કે વ્યક્તિને ઉતારી પાડતી કે વ્યગ અંગે સરકાર દ્વારા કડક સુચના અને કાર્યવાહી કરી દાખલો બેસાડવાની માંગ કરી હતી. ખુબ મોટીસંખ્યામાં ડેડાણથી ખાંભા સુધી મુસ્લિમો દ્વારા બાઈક તથા ફોરવ્હીલ અને ખટારા ભરીને પહોંચ્યા હતા અને ખાંભા મુસ્લિમ સમાજની સાથે મળીને મૌન રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.