ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડેની ઉજવણી કરાઈ

571

આજરોજ રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા, શાળા નંબર-૨૦, મહિલા કોલેજ ખાતે ’’ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે ’’ ની ઉજવણી સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં લાંચ રુશવત વિરોધી બ્યુરો ની કામગીરી, ઉપયોગીતા અને મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. તેમજ તે અંગે વિડીયો ફિલ્મ દર્શાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શહેર/જીલ્લાના અગ્રણીઓ તથા શાળા કોલેજના બાળકો હાજર રહિયા હતા.


આ કાર્યક્રમમાં પી.આઈ.બી.પી.ગાધેર, રાજેન્દ્રસિંહ રાણા,સતીશભાઈ,કમલેશભાઈ, અરવિંદભાઈ,દેવેન્દ્રસિંહ ઝાલા,અરવિંદભાઈ વકાણી,ડી .કે.બારૈયા સહીતના સ્ટાફે સારી જહેમત ઉઠાવી હતી.

Previous articleગાંધીનગરમાં કલાર્કની પરીક્ષામાં ગેરરીતના મામલે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ
Next articleવકીલ ભાવિક ભટ્ટ દ્વારા લખાયેલ પુસ્તકનું વિમોચન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સુભદ્રાબેન બક્ષી હસ્તે વિમોચન કરાયું