ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે નિલમબાગ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં-૩૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ઇમરાનભાઇ અબુદભાઇ એમદાણી ઉ.વ. ૩૩ રહેવાસી-ઉન પાટીયા શોહેબનગર-૧, મદીના મસ્જીદની સામે, સુરત વાળાને સુરત ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા બાબાભાઇ હરકટ તથા પો.કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.