શહેરના અલકા સિનેમા પાસે ઉભેલા ટ્રકમાંથી બેટરીની ચોરી કરનાર શખ્સને નિલમબાગ પોલીસ સ્ટાફે ચાવડીગેટ વિસ્તારમાંથી મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
નિલમબાગ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર કે.જે.રાણાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન ના ડી.સ્ટાફ. ના પોલીસ કોન્સ. અનીલભાઇ મોરીને મળેલ બાતમી આધારે ચાવડીગેટ વિજય ટોકીઝ ચોકમાં રોડ ઉપર થી આરોપી ઉસ્માનગની ઉર્ફે ગની યુસુફભાઇ શેખ ઉ.વ.૨૩ રહે-ભુતના લીમડા સામે સાંઢીયાવાડ મંહમદી બાગની બાજુમા પાસેથી નિલમબાગ પો.સ્ટે. આઇપીસી કલમ ૩૭૯ મુજબના કામે ટ્રક માથી ચોરી મા ગયેલ ટાટા કંપનીની બે મોટી બેટરીઓ કિ.રૂ.૬૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ અને ઇસમ ની પુછપરછ કરતા ઉપરકોત બેટરીઓ અલ્કા સિનેમા પાસે આવેલ કેપીટલ ઓટો પાસે ઉભેલ ટ્રકમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હોય જેથી ઇસમને હેડ.કોન્સ ડી.જી.વાધેલા ના ઓ એ ગુનાનાં કામે ધોરણસર અટક કરેલ છે. આ સમગ્ર કામગીરીમા નિલમબાગ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર કે.જે.રાણા, ડી સ્ટાફનાં આસી.સબ. ઇન્સ. વાય.બી .ગોહિલ, પો.હેડ.કોન્સ ડી.જી.વાધેલા, પો.કોન્સ હિરેનભાઇ મહેતા, પો.કોન્સ જીગ્નેશભાઇ મારૂ, પો.કોન્સ અનિલભાઇ મોરી, પો.કોન્સ મુકેશભાઇ મહેતા, પો.કોન્સ હારીતસિંહ ચૌહાણ જોડાયેલ હતા.