ઉનાના ચીખલી ગામના બાળક દિવ્યેશને શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ થકી મળ્યું નવજીવન

781

પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુ:ખે દુ:ખી એવો મંત્ર રાજ્ય સરકારનો રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સંવેદનશીલ સરકારના વિવિધ વિભાગો કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સંકલ્પ બધ્ધ છે.

   બાળકોએ આવતીકાલનું ભવિષ્ય છે. સ્વચ્છ બાળ, તંદુરસ્ત સમાજ, કુપોષણથી મુક્તિ અને નાણાના અભાવે કોઈપણ સારવારથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્રારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, મા અમૃત્તમ, મા વાત્સલ્ય અને માર્ગ અકસ્માત સહાય સહિતની અનેક યોજના અમલમાં છે.

   શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ બાળકો માટે આશીર્વાદ સમાન છે. ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકામાં ચાલુ વર્ષે ૬ બાળકોને ગંભીર બિમારીમાંથી સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્રારા બચાવી લેવાયા છે. આ છ બાળકોને સરકારના ખર્ચે તપાસ ઓપરેશનો વિનામૃલ્યે કરાવી અપાતા બાળકોના વાલીઓએ તબીબો અને સરકારી આરોગ્ય સ્ટાફનો આભાર માન્યો છે.ઉના તાલુકાના ચીખલી ગામે રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા તુષારભાઈ જેસીંગભાઈ કામલીયા અને તેમના પત્નિ હંસાબેનને પરિવારમાં પુત્રનો જન્મ થતાં ખુશી હતી પરંતુ પુત્ર દિવ્યેશ વારંવાર બિમાર પડતો હોય તપાસ કરાવતા તેમના હદયમાં જન્મજાત કાણું હોવાનું નિદાન થતાં અને આ  સારવાર માટે ખાનગી દવાખાનામાં રૂા.૨ થી ૪ લાખનો ખર્ચ થતો હોય પરિવારમાં ચિંતા હતી. રાજ્ય સરકાર દ્રારા બાળકોના હદય સહિતના તમામ ગંભીર રોગની સારવાર વિનામૃલ્યે થાય છે તેવી જાણકારી તડ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ ડો.બાંભણીયા અને અંકિતાબેન આરોગ્ય વર્કર વિગેરે આપતા પરિવારને રાહત થઈ હતી. ૪ વર્ષના દિવ્યેશને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે ૧૩ દિવસની સારવાર બાદ હદયના કાણાના ઓપરેશનના અંતે તબીયત સારી થઈ જતા રજા આપવામાં આવી ત્યારે પરિવારે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. લાભાર્થી બાળકના પિતા તુષારભાઈ કહે છે કે આ યોજના ખરેખર કલ્યાણકારી છે. પરિવાર પર વેદના અને નાણાની ચિંતા આ બે મુશ્કેલી આવે ત્યારે જો સારામાં સારી હોસ્પિટલમાં  વિનામૃલ્યે સારવાર થાય ત્યારે ખુશી થતી હોય છે. ઉના તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.કરમટા, આર.બી.એસ.કે.ના નોડલ ઓફિસર ડો. સંદિપ હોસ્પિટલએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પણ નવા દાખલ થયેલા તેમજ અન્ય તમામ જન્મથી માંડિને હાઇસ્કુલમાં અભ્યાસ કરવા બાળકોની તપાસણી ચાલુ છે. જેમાં પણ ગંભીર રોગનું નિદાન થયેલા બાળકોની અમદાવાદ સહિતની સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલમાં સારવાર કરશે.

Previous articleચોમલ ગામને આદર્શ ગામ બનાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમિતિની રચના કરાઇ
Next articleઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ