પાલીતાણા તાલુકાની નાનીરાજસ્થળી કલસ્ટરની પેટા શાળા ઠાડચ પ્રા.શાળામાંથી ધો.૮ ના ૮૭ કુમાર કન્યાનો વિદાય સમારંભ યોજાયો હતો. શાળાના તમામ શિક્ષકો મિત્રો અને મ.ભ.યો. સંચાલક દ્વારા ધો.૧ થી ૮નાં બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ શાળાના આચાર્ય જતિનભાઈ વ્યાસે તમામ બાળકોને ઉચ્ચ ગુણવત્તા વાળી મિઠાઈ આપી હતી. વિદાય પ્રસંગે ધો.૮ના ભાઈઓ અને બહેનો દ્વારા શાળાને બે સિલિગફેન ભેટ આપીને વિદ્યાર્થી મિત્રોએ પોતાનું ઋુણ અદા કર્યુ હતું.
વિદાય પ્રસંગે શાળાના બાળકોએ પોતાના પ્રતિભાવ સ્વરચિત વિદાય ગીતો રજુ કર્યા હતા આ પ્રસંગને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે ખુબજ મહેનત કરી હતી સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીની મહેનતને નાની રાજસ્થળી કલસ્ટરના સી.આર.સી.કો દોરિલા ભરતભાઈએ શુભેચ્છા પાઠવી હતી.