અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. આર. કે. જાટ ની સુચના થી, ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ મતિરાળા માં શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમની ઉજવણી થઇ હતી. જેમાં સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ માં દિપ પ્રાગટય કરી કાર્યક્રમ નું ઉદ્દઘાટન કર્યું હતું. ત્યાર બાદ આરોગ્ય કાર્યકરો સુભાષભાઈ, છાયાબેન અને કોમલ બેન દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ આરોગ્ય કેન્દ્ર ના ડો. સાગર પરવડિયા, આર.બી.એસ. કે. ટીમ ના ડો. હરિવદન પરમાર , ડો. ચાંદની સોલંકી દ્વારા તમામ બાળકો ની તબીબી તપાસ કરી ખામીવાળા બાળકોને સંદર્ભ સેવા દ્વારા સારવાર માટે મોકલવા માં આવેલ હતા.
ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન ઓડિયો વિડિયો ના માધ્યમ થી સ્વચ્છતા, કુપોષણ, તમાકુ નિષેધ, એનીમિયા, કેન્સર, વાહકજન્ય રોગો વગેરે વિશે આરોગ્ય શિક્ષણ આપી, લોકજાગૃતિ માટે શાળા ના બાળકો દ્વારા યોગ – આસનો અને હાથ ધોવાના પગલાઓનું નિદર્શન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ માં આરોગ્ય કેન્દ્ર ના બી. આર. જાવિયા, નલિન જોશી, આચાર્ય દિનેશભાઈ તેરૈયા અને શિક્ષકો હાજર રહ્યા હતા.