જાફરાબાદમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડ સંચાલિત અને શ્રમઅધિકારની કચેરીના તાબા નીચે આવતા મીઠા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર જાફરાબાદ તથા સરકારી શ્ર અધિકારી અને મદદનીશ સરકારી શ્રમ અધિકારીની કચેરીની સુચનાના અનુસંઘાને માટીકામ કલાકારીગરી તથા મીઠા શ્રમયોગી કલ્યાણ કેન્દ્રના સંચાલક સી.એલ.પરમાર તથા ગ્રામ શ્રમયોગી કલ્યાણ કેન્દ્રના સંચાલક વી.ટી. સાંખટ દ્વારા શ્રમ અધિકારી બ્રહ્મભટ્ટના માર્ગદર્શન અને મદદનીશ સરકારી શ્રમઅશ્વ જોષીની સાથે રહીને જાફરાબાદ તાલુકાના મીઠાના અગરોમાં કામ કરતા અગરીયાઓને અગરમાં કામ કરતી વખતે રક્ષણ મળી રહે તેવા હેતુથી વોલબુટ, હાથમોજા, ચશ્મા તથા બીજી વસ્તુઓની રક્ષણાત્મક કીટનું વિતરણ થયું. ધારાબંદર, રોહિસા ગામે તથા જાફરાબાદ, મીતીયાળા, વાયાળીયા વગેરે ગામે કરવા આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં મીઠાના અગરમાં કામ કરતા અર્તરીયાળ વિસ્તારોમાં જઈને રક્ષણાત્મક કીટોનું વિતરણ કરી અને છેવાડાના લોકોને મદદરૂપ થવાની સરાહનિય કામગીરી કરવામાં આવેલ છે.